સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 27 ડિસેમ્બર 2017 (12:26 IST)

ભાજપે બનાસકાંઠામાં કેનાલનું પાણી બંધ કરી મોરબીના સિરામિક ઉદ્યોગમાં ગેસના ભાવ વધારી હારનો બદલો લીધો : કોંગ્રેસ

ભાજપે ચુંટણી જીતીને ખેડૂતો સાથે કિન્નાખોરી રાખવાનું શરુ કરી દીધું છે તેવું કોંગ્રેસે આજે આક્ષેપ લગાવ્યો હતો. કોંગ્રેસે જણાવ્યું હતું કે બનાસકાંઠામાં નર્મદા કેનાલનું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ મોરબી સિરામિક ઉદ્યોગને મળતાં ગેસમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. બનાસકાંઠા-સાંતલપુર, વાવ, રાધનપુર વિસ્તારમાં નર્મદા કેનાલનું પાણી પુરવઠો બંધ કરી જીરાના પાક ને નુક્શાન થયું છે જેથી ૧૦ હજાર કરતાં વધુ ખેડૂતો મુશ્કેલીમાં છે. કોંગ્રેસે વધુ જણાવ્યું હતું કે બનાસકાંઠા વિસ્તારમાં નર્મદા કેનાલનું પાણી પુરવઠો બંધ કરીને તેમજ સિરામીક કારખાનાઓ પર ગેસનો ભાવ વધારો ઝીંકીને ભાજપ સરકાર વિધાનસભા ચૂંટણીમાં જે તે વિસ્તારોમાં હારનો બદલો લઈ રહ્યું હોય તેવું દેખાય છે. ગેસના ભાવ વધારાથી એક લાખ સિરામીક કારખાનાઓ આર્થિક પાયમાલીનો ભોગ બન્યાં છે. ઉલ્લેખનીય છે કે મોરબી સિરામિક ઉદ્યોગનું સૌથી મોટું હબ ગણાય છે. આ સિરામિક ઉદ્યોગ દસ લાખથી પણ વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે ત્યારે આ ભાવ વધારો માઠી અસરો લાવનાર સાબિત થઇ શકે છે. કોંગ્રેસે ચીમકી આપતાં જણાવ્યું હતું આ બંને નિર્ણયો પાછા નહિ ખેંચાય તો લોકહિતમાં આંદોલન કરીશું.
 
Like us on Facebook : https://www.facebook.com/