ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 10 મે 2021 (12:53 IST)

રાજસ્થાનમાં 14 દિવસના લોકડાઉનને પગલે ગુજરાત-રાજસ્થાન બોર્ડર સીલ

સમગ્ર દેશમાં કોરોના મહામારી બેકાબૂ બની રહી છે. તેનું સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકારો હવે સંપૂર્ણ લોકડાઉન તરફ આગળ વધી રહી છે. એવામાં રાજસ્થાનમાં પણ કોરોનાની મહામારીના કેસમાં સતત વધોરો નોંધાઇ રહ્યો છે. જેથી રાજસ્થાન સરકારે સમગ્ર રાજ્યમાં 14 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. જેના પગલે આજે 10મી મેથી 24મી મે સુધી રાજસ્થાન તથા ગુજરાતની બોર્ડર સંપૂર્ણ પણે સીલ કરી દેવામાં આવી છે. સાથે જ રાજસ્થાન જતા લોકોને RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો જ પ્રવેશ અપાઈ રહ્યો છે.

કોરોનાનું સંક્રમણ વધતા રાજસ્થાનની ગેહલોત સરકારે સમગ્ર રાજ્યમાં 14 દિવસનું લોકડાઉન લાગુ કરી દીધું છે. બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી નજીક માત્ર 6 કિ.મી. દૂર જ રાજસ્થાનની સરહદ આવેલી છે. આજે લોકડાઉનની શરૂ થતા રાજસ્થાનની સરહદ છાપરી ચેકપોસ્ટ ઉપર સતર્કતા વધારી દેવામાં આવી છે. અંબાજી નજીક આવેલી છાપરી ચેકપોસ્ટથી તમામ વાહનોને પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. આ દરમિયાન ગુજરાતની એસ.ટી નિગમની બસોને પણ રાજસ્થાનમાં પ્રવેશ નહીં મળે. જોકે આવશ્યક માલવાહક વાહનો તથા ખાનગી વાહનોમાં જતા મુસાફરોએ રાજસ્થાનમાં પ્રવેશતા પહેલા પોતાનો કોરોનાનો RT-PCR ટેસ્ટ નેગેટિવ બતાવો ફરજીયાત રહેશે અને જે લોકો જરૂરી દસ્તાવેજ નહીં બતાવે તેમણે રાજસ્થાનમાં 15 દિવસ કોરોન્ટાઇનમાં રેહવું પડશે.