ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 10 મે 2021 (10:49 IST)

ગુજરાતમાં બીજી લહેરમાં પ્લાઝમાની માગ 1000% વધી, 3 મહિનામાં 16000ને પ્લાઝમા અપાયા

કોરોનાની પ્રથમ લહેરની તુલનાએ બીજી લહેરમાં તે વધુ ઘાતક બની ગયો છે. કોવિડ-19ની બીજી લહેર વચ્ચે ઘાતક સ્થિતિમાં પ્લાઝમા ની માગ અનેક ગણી વધી ગઈ છે. જોકે તે હિસાબે નિષ્ણાતોનું કહેવું છે કે માગની તુલનાએ ડોનેશન ઓછું છે. સ્વાસ્થ્ય સચિવાલયે જણાવ્યું હતું કે માર્ચ-મે 2020 વચ્ચે કુલ 28 લોકો પર પ્લાઝમા નો ઉપયોગ કર્યો હતો, જોકે આશરે ડોનેશન કરનારા લોકોની અંદાજિત સંખ્યા 200 હતી. માર્ચ-મે 2021માં ઓછામાં 8597 લોકોએ પ્લાઝમા ડોનેટ કર્યા. જેનાથી 16494 લોકો લાભ લઈ ચૂક્યા છે. પહેલાની તુલનાએ બીજી લહેરમાં પ્લાઝમા ડોનેટ કરનારા લોકોમાં 4200% નો વધારો થયો છે. નિષ્ણાતો કહે છે કે પ્લાઝમા થી એમ તો ના કહી શકાય કે કોરોના નહીં થાય કે અમુક દિવસોમાં કોઈ દવા વિના સાજા થઈ જવાશે પણ કોરોનાની સાથે લડતમાં આ એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. જેના કારણે તેની માગ વધી છે.

અમદાવાદની એસવીપી હોસ્પિટલે ગત વર્ષે પ્લાઝમા ડોનરની સંખ્યા વધારવા માટે એક વિશેષ ઓફર લાવી હતી. જેમાં પ્લાઝમા ડોનેટ કરનારા લોકોને 6000 રૂપિયાની મફત મેડિકલ તપાસ કરી આપવામાં આવતી હતી. તે તેમના પરિવારના કોઈપણ સભ્યની તપાસ કરાવી શકતા હતા. મોટાભાગે પ્લાઝમા નો ઉપયોગ મોટા શહેરોમાં કરાઈ રહ્યો છે. મુખ્ય શહેરોની સરકારી હોસ્પિટલો ઉપરાંત ખાનગી લેબ, એનજીઓ અને બ્લડ બેન્ક પ્લાઝમા એકઠું કરી રહ્યા છે. રાજ્યના ચાર મુખ્ય શહેરોમાં ફક્ત સરકારી હોસ્પિટલોના આંકડા અનુસાર ગત 3 મહિનામાં 8597 લોકોએ પ્લાઝમા ડોનેશન કર્યું છે. જેનાથી ઓછામાં ઓછા 16494 લોકોએ સારવાર મેળવી છે. સૂરતમાં સૌથી વધુ લોકોએ પ્લાઝમા ડોનેટ કર્યું છે. અમે રાજ્યના ચાર મહાનગરોમાં આવેલી સરકારી હોસ્પિટલોથી માહિતી મેળવી પ્લાઝમાની સ્થિતિ જાણી હતી. તેમાં સૂરતની ન્યૂ સિવિલ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલ, રાજકોટની સિવિલ હોસ્પિટલ, લાઇફ અને એસવીવીપી, વડોદરાની જલારમ, ઈન્દુ બ્લડ બેન્ક, એએસજી અને અમદાવાદની રેડક્રોસથી માહિતી એકઠી કરી હતી.