webdunia

Notifications

webdunia
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. Gujarat Corona Update

ગુજરાત કોરોના બુલેટીન: આજે કોરોના કારણે 1નું મોત, આજે નોંધાયા 32 કેસ, 800થી વધુ એક્ટિવ કેસ

Gujarat Corona Update
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 40ની નીચે કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
 
ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 32 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 258 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,13,399 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 98.68 ટકાએ પહોંચ્યો હતો. 
 
રાજ્યમાં કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં કુલ 801 કોરોનાના કુલ એક્ટિવ કેસ છે. 7 લોકો વેન્ટિલેટર પર છે. 794 લોકો સ્ટેબલ છે. 8,13,399 લોકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. આજે રાજ્યમાં આણંદના એક દર્દીનું મોત નિપજ્યું છે. 10,074 લોકોનાં કુલ મોત નિપજ્યાં છે.
 
ઉલ્લેખનીય છે કે, વેક્સીનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. આજે એક જ દિવસમાં 2,54,759 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ये भी पढ़ें
ગુનેગારોની પૂછપરછ માટે હવે થર્ડ ડીગ્રીનો જમાનો ગયો, સાયન્ટીફીક અને ટેક્નોલોજી તપાસના આધારે સજા કરવી હવે વધુ સરળ