ક્રિસ્પી સિંધી કોકી (Koki) બનાવવાની રીત
જરૂરી સામગ્રી
- ઘઉંનો લોટ – 2 કપ
- બારીક સમારેલી ડુંગળી – 1 નંગ
- લીલાં મરચાં – 2 નંગ
- કોથમીર – 2 ચમચી
- અજમો – ½ ચમચી
- જીરું – ½ ચમચી
- લાલ મરચું પાવડર – ½ ચમચી
- હળદર – ¼ ચમચી
- મીઠું – સ્વાદ અનુસાર
- ઘી અથવા તેલ – 3 ચમચી
- શેકવા માટે ઘી – જરૂર મુજબ
ALSO READ: Jalaram Jayanti 2026- જલારામ જયંતિ ક્યારે છે
બનાવવાની રીત
1. સૌપ્રથમ એક મોટા વાસણમાં ઘઉંનો લોટ લો. તેમાં સમારેલી ડુંગળી, લીલાં મરચાં અને કોથમીર ઉમેરો.
2. હવે તેમાં અજમો, જીરું, લાલ મરચું, હળદર અને મીઠું નાખો.
3. ત્યારબાદ 3 ચમચી ઘી અથવા તેલ ઉમેરીને બધી સામગ્રી બરાબર મિક્સ કરો.
4. થોડું-થોડું પાણી ઉમેરીને કઠણ લોટ બાંધી લો. કોખીનો લોટ પરાઠાના લોટ કરતાં થોડો કઠણ હોવો જોઈએ.
5. લોટમાંથી મધ્યમ કદના લૂઆ બનાવો અને જાડી રોટલી વણી લો.
6. હવે તવા પર કોખીને ધીમા તાપે બંને બાજુ થોડું શેકો. ત્યારબાદ તેને હળવા હાથે તોડીને ફરીથી વણી લો.
7. ફરી તવા પર ઘી લગાવીને બંને બાજુ ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન અને કરકરી થાય ત્યાં સુધી શેકો.
