ઘોરણ 3 થી 8 ની પરીક્ષા, જે વિદ્યાર્થી શાળામાં આવ્યા તેમને આપ્યુ પ્રશ્નપત્ર જે ન આવ્યા તેમણે ઓનલાઈન આપી પરીક્ષા
અમદાવાદ: આ વખતે વિદ્યાર્થીઓનો અભ્યાસ ઘણો બગડ્યો છે. ઓનલાઈન અભ્યાસ ચાલ્યો તો ખરો પણ તેમા પણ ઘણી સમસ્યા આવી. જે લોકો સમજી શક્યા તેમને તો ઠીક પણ જેઓ ન સમજી શકયા તેમને માટે આ વર્ષ કોરુ જ રહ્યુ. આજથી ધોરણ 3 થી 8 ની પરીક્ષા શરૂ છે જેમાં વિદ્યાર્થીઓ ઘરેથી અને સ્કૂલે આવીને આપી શકે તેમ હતું પરંતુ કોરોના ના કેસ વધતા મોટા ભાગના વિદ્યાર્થીઓએ ઘરેથી જ પરિક્ષા આપવાનું પસંદ કર્યું છે.
શહેરની તમામ સ્કૂલોમાં બપોરે 2 અલગ અલગ સમયે પરિક્ષા લેવામાં આવી હતી.ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓની પરિક્ષા 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી લેવાઈ હતી જ્યારે 6 થી 8 ના વિદ્યાર્થીઓની પરિક્ષા બપોરે 2 વાગે લેવાઈ હતી.3 થી 5 ના વિદ્યાર્થીઓની 40 માર્કસની જ્યારે 6 થી 8 ના વિદ્યાર્થીઓની 80 માર્કસની પરિક્ષા લેવાઈ છે.ધોરણ 3 અને 4 ના વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્રમાં જ જવાબ લખવાના હતા જ્યારે 5 થી 8 ના વિદ્યાર્થીઓએ પેનથી જવાબ લખવાના હતા.શાળાએ આવેલ ઘરેથી પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રના જવાબ લખી ઉત્તરવહી વાલીઓએ શાળાઓમાં પહોંચાડવાની હતી.
કોરોના ના કેસ ફરીથી વધતા અનેક વિદ્યાર્થીઓએ શાળાએ પરિક્ષા આપવાની બદલે ઘરેથી પરિક્ષા આપવાનું પસંદ કર્યું હતું.શાળા દ્વારા કોઈ પણ વિદ્યાર્થીઓને શાળાએ ફરજીયાત આવવા દબાણ કરી શકાયું નહોતું અને 3 થી 5 ના વિદ્યાર્થીઓને પણ શાળાએ ના બોલાવાઈ શકાય તેવી સૂચના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવી હતી.આ પરીક્ષાના પરિણામની ઓનલાઇન ડેટા એન્ટ્રી પણ કરવાની ફરજીયાત રાખવામાં આવી છે..