સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 2 જુલાઈ 2020 (16:25 IST)

સનફાર્મા કંપનીના 14 કર્મચારીને કોરોના પોઝિટિવ, પ્લાન્ટ બંધ કરાયો

કેડિલા ફાર્માના ધોળકા સ્થિત પ્લાન્ટમાં કોરોના વાઈરસથી સંક્રમિત કર્મચારીઓના સમાચાર આવ્યા બાદ હવે અન્ય એક દવા બનાવતી કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા સ્થિત મલ્ટીનેશનલ કંપની સન ફાર્માના 14 કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવતા વહીવટીતંત્રએ સનફાર્મા કંપની બંધ કરાવી દીધી છે. આ કંપની વિવિધ રોગની દવાઓનું ઉત્પાદન કરે છે. 
 
સન ફાર્મા કંપનીના 14 કર્મીઓને કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા જ આ કર્મીઓના સંપર્કમાં આવેલાની તપાસ હાથ ધરીને તમામને કોરોન્ટાઈન કરવાની કામગીરી કરાશે. વહીવટીતંત્રને મુંઝવણ એ છે કે કોરોના પોઝીટીવ કર્મીએ દવા બનાવીને પેકીગ કરી હશે તે દવા બહાર બજારમાં વેચાણ અર્થે ના જાય તેની પણ સુચના કંપનીને આપી દેવાઈ છે. તમામ પોઝિટિવ દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. 
 
સાથે જ તેમના સંપર્કમાં આવેલા અન્ય લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. કર્મચારીઓના પરિવારજનો પણ અન્ય કોઈ જગ્યાએ ટ્રાવેલિંગ ન કરે અને તેમના સ્થાને જ રહે તથા તેમને પણ કોઈ અસર જણાય કે કોરોનાના લક્ષણો દેખાય તો રિપોર્ટ કરાવવા તાકીદ કરવામાં આવી છે. વહીવટીતંત્રને ડર છે કે સન ફાર્માના 14 કર્મીઓ સુપરસ્પ્રેડર સાબિત ના થાય.
 
આ પહેલા પણ આવા જ પ્રકાર ની ઘટના અમદાવાદ નજીક આવેલ કેડિલા ફાર્માના ધોળકા સ્થિત પ્લાન્ટમાં બન્યો હતો અને ત્યાં પણ કોરોના કર્મચારીઓની સંખ્યા વધતા આખેઆખા પ્લાન્ટને બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો તેવા પ્રકાર નો બીજો બનાવ દાદરા માં બનતા તંત્ર દોડતું થઈ ગયું છે.