1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. chief minister bhupendra patel

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: વિદેશ અભ્યાસ લોન માટે કૌટુંબિક આવક મર્યાદામાં રૂ. 4 લાખનો વધારો

gujarat govt. education loan
gujarat govt. education loan
ગુજરાત સરકારે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને એક મોટી રાહત આપી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓની વિદેશ લોન માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 6 લાખથી વધારીને રૂપિયા 10 લાખ કરી છે.

વાર્ષિક આવક મર્યાદામાં રૂ. 4 લાખનો વધારો

19 ઓગસ્ટ 2026ના રોજ બહાર પાડવામાં આવેલા સત્તાવાર ઠરાવ મુજબ, હવે 10 લાખ રૂપિયા સુધીની વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતા વિદ્યાર્થીઓ આ યોજના અંતર્ગત વિદેશ અભ્યાસ માટે લોન મેળવવા પાત્ર બનશે. અગાઉ આ યોજના હેઠળ લાભ લેવા માટે મહત્તમ આવક મર્યાદા 6 લાખ રૂપિયા હતી, પરંતુ હવે તેમાં 4 લાખનો વધારો કરવામાં આવ્યો છે.
 

અગાઉના ઠરાવની અન્ય જોગવાઈઓ યથાવત

આદેશમાં સ્પષ્ટ કરાયું છે કે 'વિદેશ અભ્યાસ લોન યોજના' અંગેના અગાઉ બહાર પાડવામાં આવેલા પ્રવર્તમાન ઠરાવોની અન્ય તમામ જોગવાઈઓ યથાવત જ રહેશે. આ નિર્ણય નાણા વિભાગ અને સરકારની 3 ઓગસ્ટ 2026ની નોંધથી મળેલી મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવ્યો છે.

આગળનો લેખ
શેરબજારમાં તેજી! સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી, ઇન્ફોસિસ સહિત મુખ્ય શેરોમાં ચમક