ગુજરાતમાં પણ બર્ડ ફ્લૂનો ખતરો, ટપોટપ થઇ રહ્યા છે પક્ષીઓના મોત
દેશમાં હાલ બર્ડફ્લૂનો ખતરો વધી ગયો છે. મધ્યપ્રદેશ, કેરલ, રાજસ્થાનમાં કાગડાઓનું શંકાદસ્પદ મોત થતાં કેન્દ્ર સરકાર હરકતમાં આવી ગઇ છે. સ્વાસ્થ્ય સંબંધિત ઘણી જાહેરાતો કરી છે. તો બીજી તરફ હવે ગુજરાતમાં ચાર કાગડા મૃત મળી આવ્યા છે. જેથી અધિકારીઓમાં હડકંપ મચી ગયો છે. આ કાગડા મહેસાણાના મોઢેરા ગામના પ્રસિદ્ધ સૂર્ય મંદિર પરિસરમાં મૃત મળી આવ્યા છે.
મહેસાણાના પશુપાલન અધિકારી ડો.ભરત દેસાઇએ જણાવ્યું હતું કે મૃત કાગડાના નમૂના તપાસ માટે ભોપાલની પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે જેથી તપાસ કરી શકાય કે તેમનું મોત બર્ડ ફ્લૂના કારણે થયું છે અથવા કોઇ અન્ય કારણથી. ભરત દેસાઇએ કહ્યું કે 'બર્ડ ફ્લૂના કારને મોટી સંખ્યામાં પક્ષીઓના મોત થઇ જાય છે. જોકે આ મામલે ફક્ત ચાર પક્ષીઓના અજ્ઞાત કારણોસર થયા છે. અમે વિસ્તૃત વિશ્લેષણ અને તપાસ માટે નમૂનાને ભોપાલની પ્રયોગશાળામાં મોકલ્યા છે.
તેમણે જણાવ્યું કે સાવધાનીના ભાગરૂપે મહેસાણા પશુપાલન વિભાગે થોળ જિલ્લાથી 50 પ્રવાસી પક્ષીઓના અવશેષ અને તેમના લોહીના નમૂના એકત્ર કર્યા છે અને તેમને તપાસ માટે મોકલ્યા છે. ગુજરાતના પશુપાલન વિભાગે બર્ડૅ ફ્લૂને જોતાં બુધવારે સમગ્ર રાજ્યમાં એલર્ટ જાહેર કરી દીધું છે અને દેખરેખ વધારી દીધી છે.
રાજ્યના પશુપાલન મંત્રી કુંવરજી બાવળિયાએ આ પહેલાં જણાવ્યું હતું કે બુધવારે સુરતના માઘી ગામમાં ચાર પક્ષીઓ મૃત મળી આવ્યા હતા. તે પહેલાં જૂનાગઢમાં 55 પક્ષી મૃત મળી આવ્યા હતા. જોકે મંત્રીએ ગુજરાતમાં બર્ડ ફ્લૂની આશંકાથી મનાઇ કરી.