રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: અમદાવાદ. , શુક્રવાર, 8 જાન્યુઆરી 2021 (08:22 IST)

ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના 667 નવા કેસ, 3 ના મોત

રાજ્યમાં ગુરુવારે કોરોના વાયરસના સંક્રમણના 667 નવા કેસ નોંધાયા બાદ સંક્રમિત લોકોની સંખ્યા વધીને 2,49,913 થઈ ગઈ છે. રાજ્ય આરોગ્ય વિભાગે આ માહિતી આપી. રાજ્યમાં કોવિડ 19 થી વધુ 3 ના મોત થવાથી મૃતકોની સંખ્યા 4,332 થઈ ગઈ છે. રાજ્યમાં હાલ 8359 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,37,222 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 58 દર્દી વેન્ટીલેટર પર છે અને 8301 લોકો સ્ટેબલ છે.
 
રાજ્યમાં આજે કુલ 899 દર્દી સાજા થયા હતા અને 47,942 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 1,00,03,606 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.92 ટકા છે.
 
અમદાવાદ કોર્પોરેશનમાં 129, સુરત કોર્પોરેશનમાં 101, વડોદરા કોર્પોરેશનમાં 91, રાજકોટ કોર્પોરેશનમાં 62, વડોદરા-28, સુરત-19, રાજકોટ-18, કચ્છ 17, ભરૂચ 16, ભાવનગરકોર્પોરેશન -15, જામનગર કોર્પોરેશન 15, દાહોદ-14, મહેસાણા 14, જુનાગઢ 12, આણંદમાં 10 કેસ નોંધાયા હતા.