બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 7 જાન્યુઆરી 2021 (16:52 IST)

જૂનાગઢમાં દિક્ષાંત સમારોહની પરેડ પહેલાં LRD જવાનો ગરબે ઘૂમ્યા, તપાસના આદેશ અપાયા

નિયમો માત્ર લોકો માટે છે, પણ પોલીસ માટે નથી. પોલીસ અને જનતા માટે કાયદો અલગ અલગ છે એવુ પુરવાર કરતો વીડિયો જુનાગઢથી સામે આવ્યો છે. જુનાગઢ પોલીસ લોક રક્ષક ટ્રેનિંગ સેન્ટર ખાતે પોલીસ જવાનોનાં ગરબે રમવાનો વીડિયો વાયરલ થયો છે. સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલીને તમામ એલઆરડી જવાનો ગરબે ઘૂમતા જોવા મળ્યા છે. ત્યારે અધિક પોલીસ મહાનિર્દેશક તાલીમ વિકાસ સહાય દ્વારા સમગ્ર ઘટનાક્રમને ગંભીરતાથી લઈને તેની વિગતો મંગાવવવામાં આવી છે. પોલીસ સુધી આ વીડિયો પહોંચે તે પહેલા તો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે. હવે આ મામલે રાજ્યના ADGP વિકાસ સહાયે ઘટનાની ગંભીર નોંધ લીધી છે. અને વીડિયોના આધારે તપાસના આદેશ આપ્યા છે. અને ચાર દિવસમાં રિપોર્ટ સોંપવા માટે આદેશ પણ કર્યો છે. વિકાસ સહાયે કહ્યું કે, વીડિયો ખુબ જ આઘાતજનક છે. અને ઘટનાને લઈ યોગ્ય પગલાં ભરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. અને હાલ વીડિયોની ખરાઈ કરવામાં આવી રહી હોવાનું કહ્યું હતું. આ ઉપરાંત તેઓએ કહ્યું કે, વીડિયોમાં પોલીસ છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે. જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં યોજાયેલા કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનના લીરેલીરા ઉડયા હતા. પોલીસ તાલીમાર્થીઓ જ ગરબે ઘૂમતા મોટો હોબાળો સામે આવ્યો છે. હાલ સોશિયલ મીડિયામાં વાયરસ થયેલા વીડિયોથી સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. માસ્ક પહેર્યા વગર જ કાયદાનું રક્ષણ કરતા લોકોએ કાયદો તોડીને ગરબે ઘૂમ્યા હતા. દિક્ષાત સમારોહ પહેલા એક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.  ગુજરાતમાં હવે જવાબદાર નેતાઓ, સરકારી અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ બેફામ બની રહ્યા છે. નિયમો તોડવામાં અવ્વલ બની રહ્યા છે, પરંતુ દંડ માત્ર પ્રજા પાસેથી જ વસૂલ કરવામાં આવે છે. સરકાર સભા યોજે, પોલીસ જવાનો ગરબે ઘૂમે તો કંઈ નહિ, પણ સામાન્ય લોકોના ઘરે લગ્ન જેવા પ્રસંગને પણ બરબાદ કરવામાં નિયમો વચ્ચે લાવવામાં આવે છે. આવામાં જુનાગઢના લોકરક્ષક દળના દીક્ષાંત સમારોહનો વીડિયો આવ્યો છે. જેમાં તાલીમાર્થી જવાના ટોળે વળીને ગરબે ઘૂમ્યા છે. લગભગ 500 થી વધુ જવાનોનું આ ટોળુ છે, જેઓ મળીને ગરબા ઘૂમી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ પોલીસને તેની ગંભીરતા સમજાઈ છે. આ વિશે અધિક પોલીસ મહાનિર્દેશક, વિકાસ સહાયે જણાવ્યું કે, પ્રાથમિક તપાસના આદેશ આપ્યા છે. તપાસ બાદ જે પણ સામે આવશે તે વિશે કાર્યવાહી કરવામાં આવશે. વીડિયોની પુષ્ટિ હજી અમે કરી નથી. ગંભીરતા સમજીને તેને ગંભીરતાથી લેવામાં આવી છે.