1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Bhachau Earthquake

ગુજરાતમાં ભૂકંપના આંચકા: કચ્છના ભચાઉમાં 3.4ની તીવ્રતાનો આંચકો

Kutch Earthquake
ગુજરાતમાં  ગઈકાલે  ફરી એકવાર ભૂકંપનો ફાળકો પડ્યો છે. દાહોદ અને બોટાદ બાદ કચ્છ જિલ્લાના ભચાઉ નજીક બપોરે 1:43 કલાકે 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉથી અંદાજે 12 કિમી દૂર નોંધાયું હતું. અચાનક ધરતી ધ્રૂજતા સ્થાનિક લોકોમાં ફાળ પડી હતી અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા, જોકે સદનસીબે કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર નથી.
 
કચ્છ જિલ્લો વર્ષોથી ભૂકંપ માટે અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. ખાસ કરીને વાગડ ફોલ્ટલાઇન સક્રિય હોવાને કારણે અહીં અવારનવાર હળવા અને મધ્યમ આંચકા આવતા રહે છે. 2001ના વિનાશક ભૂકંપના બે દાયકા બાદ પણ કચ્છની ધરા હજુ સંપૂર્ણ શાંત થઈ નથી, જેના કારણે સ્થાનિકોમાં આવા નાના આંચકા સમયે પણ ડરનો માહોલ જોવા મળે છે.
 
માત્ર કચ્છ જ નહીં, પરંતુ  ગઈકાલે  રાજ્યના અન્ય બે જિલ્લાઓમાં પણ ભૂકંપ નોંધાયો હતો. સવારે 11:55 કલાકે દાહોદમાં 2.5ની તીવ્રતાનો અને ત્યારબાદ બપોરે 3:08 કલાકે બોટાદમાં 3.4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. એક જ દિવસમાં ગુજરાતના અલગ-અલગ ત્રણ વિસ્તારોમાં ભૂકંપની ગતિવિધિ નોંધાતા લોકોમાં ચિંતા અને કુતૂહલ જોવા મળ્યું છે.
આગળનો લેખ
IND vs ENG: Axar Patel એ સેમીફાઈનલમાં પકડ્યા બે મેજિકલ કેચ, ફેંસને આવી કપિલદેવની યાદ, VIDEO ઝડપથી થયો વાયરલ