રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 17 ઑક્ટોબર 2019 (14:26 IST)

બાયડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રસાકસીભર્યો ચૂંટણી જંગ, લુણાવાડામાં એડીચોટીનું જોર

અરવલ્લી જિલ્લામાં આગામી 21મી ઓક્ટોબરે યોજાનારી બાયડ વિધાનસભાની પેટા ચૂંટણી આડે હવે ગણત્રીના જ દિવસો રહી ગયા છે ત્યારે બે મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.જેમાં પ્રદેશથી જિલ્લા સુધીના ભાજપના તમામ આગેવાનો,કાર્યકરો, જિલ્લાના અને જિલ્લા બહારના અને બાયડ તાલુકો,શહેર અને માલપુર તાલુકાના ભાજપના કાર્યકરો,આગેવાનો,જિલ્લા ભાજપની ટીમ, સરકારમાં મંત્રીઓ અને પૂર્વ મંત્રીઓ, પક્ષના હોદ્દેદારો, તાલુકા-જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત સૌ ખભેખભા મિલાવીને ગામડાં ખુંદી રહ્યા છે.  લુણાવાડા વિધાનસભાની બેઠકની પેટાચુંટણીના મતદાનના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ બેઠક કબ્જે કરવા માટે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે એડી ચૌટીનું જોર લગાવ્યુ છે. તેની સામે પાટીદાર ફેક્ટરને લઇને એનસીપીના ઉમેદવાર પણ એટલા જ જોરથી પ્રચાર કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ તો મંત્રીઓ સાથે ધારાસભ્યોની કાર્યકરોની સાથે ફોજ ઉતારીને મરણીયો પ્રયાસ શરૂ કરી દીધો છે. લુણાવાડાની ખાલી પડેલી બેઠક પર ભાજપમાં સૌથી વધુ મુરતીયાઓએ દાવેદારી કરી હતી. ભાજપના જ સ્થાનીક કાર્યકરો આયાતી ઉમેદવારના વિરૂદ્ધમાં હતા, તેથી પક્ષના મોવડીઓએ પરિસ્થિતિ જોઇને સ્થાનિક ઉમેદવાર તરીકે જીજ્ઞેશ સેવકને ટીકીટ ફાળવી આપી હતી. બીજી બાજુ કોંગ્રેસે પણ ભૂતકાળના પરીણામો નજરમાં રાખીને મુળ કોંગ્રેસીની જ ઉમેદવાર તરીકે પસંદગી કરી છે. તેઓ આ બેઠકને ફરીથી કબ્જે કરવા માટે બક્ષી પંચમાંથી ગુલાબસિહને મેદાનમાં ઉતારીને માસ્ટર સ્ટોક માર્યો છે. કોંગ્રેસના સક્રિય કાર્યકર રહી ચૂકેલા અને વરધરી વિભાગ પર ભારે પ્રભુત્વ ધરાવતા ભરત પટેલે બળવો કરીને એનસીપીમાંથી ઉમેદવારી નોંધાવતા આ બેઠક ત્રિકોણીયો જંગ બન્યા છે.