ગુરુવાર, 3 એપ્રિલ 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 2 એપ્રિલ 2025 (09:18 IST)

VIDEO- શા માટે અનંત અંબાણીએ બમણી કિંમત ચૂકવીને લગભગ 250 મરઘા ખરીદ્યા

Anant Ambani Video Viral- દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી પ્રાણી પ્રેમી તરીકે પણ જાણીતા છે. આ ક્રમમાં, તેમના જન્મદિવસ પહેલા, અનંત અંબાણીએ પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ બતાવીને કંઈક એવું કર્યું, જેના પછી બધા તેમના વખાણ કરી રહ્યા છે.

અનંત અંબાણી અત્યારે જામનગરથી દ્વારકા સુધીની 140 કિલોમીટરની પદયાત્રાને કારણે ચર્ચામાં છે. આ યાત્રા દરમિયાન જ અનંત અંબાણીએ બમણી કિંમત ચૂકવીને લગભગ 250 મરઘા ખરીદ્યા હતા. હકીકતમાં, તેમના પદયાત્રા દરમિયાન, અનંત અંબાણીએ જોયું કે એક ટ્રકમાં 250 મરઘીઓને કતલખાને લઈ જવામાં આવી રહી છે. તેણે તરત જ વાહન થોભાવ્યું અને ડ્રાઈવર સાથે વાત કરી અને બમણા ભાવે મરઘી ખરીદી.



મળતી માહિતી મુજબ અનંત યાત્રાના પાંચમા દિવસે વડત્રા ગામ પાસે આવેલી વિશ્વનાથ વેદ સંસ્કૃત પાઠશાળામાં પહોંચ્યા હતા જ્યાં તેમણે સંસ્થાપક મગનભાઈ રાજ્યગુરુના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા. આ પછી ખંભાળિયાના ફૂલીયા હનુમાન મંદિર ખાતે ભરતદાસ બાપુએ તેમનું શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું. બાપુએ અનંતને ભગવાન દ્વારકાધીશનો ફોટો અર્પણ કર્યો હતો, જે તેમણે પોતાના હાથે આશીર્વાદ રૂપે સ્વીકાર્યો હતો.