ડીસા ફટાકડાના કારખાનમાં ત્રણ બાળકો સહિત 21ના મોત, માલિકની ધરપકડ કરી
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ગઈકાલે એક ભયાનક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. ધુનવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આગ આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. આ અકસ્માતમાં 21 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
મૃત્યુ પામેલાઓમાં 3-4 સગીરોનો પણ સમાવેશ થાય છે
અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો તેમને જાણવા મળ્યું કે આ ફેક્ટરીમાં લાયસન્સ વિના ફટાકડા બનાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત અહીં સગીરોને પણ બાળ મજૂરી કરાવવામાં આવતી હતી. પોલીસે તાત્કાલિક ફટાકડાના કારખાનાના માલિક દીપક સિંધીની ધરપકડ કરી હતી. આ દુર્ઘટનામાં મોટા ભાગના લોકો અચાનક છત તૂટી પડતા અને કાટમાળ નીચે દબાઈ જવાથી મૃત્યુ પામ્યા હતા. મળતી માહિતી મુજબ, ફટાકડાની ફેક્ટરીમાં બોઈલર ફાટવાના કારણે આ મોટી દુર્ઘટના થઈ છે. જીવ ગુમાવનારા 21 લોકોમાંથી 18 મજૂરો મધ્યપ્રદેશના છે, જેમાં 8 હરદાના અને 6 દેવાસના છે. આ સિવાય મૃત્યુ પામેલાઓમાં 3-4 સગીર બાળકો પણ સામેલ છે.