ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 11 ઑક્ટોબર 2019 (14:50 IST)

AMTS બસ : કંડક્ટર દ્વારા મુસાફરો પાસેથી રુપીયા લઈ ટીકીટ નહીં આપવાનું કૌભાંડ

કરોડો રુપીયાની ખોટ કરતી AMTS બસના જ કંડક્ટર દ્વારા મુસાફરો પાસેથી રુપીયા લઈ ટીકીટ નહીં આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. AMTS ની ટિકિટ ચેકર ટીમે વહેલી સવારે સાયન્સ સીટી પાસેથી પસાર થતી AMTS બસને અટકાવી ચેકીંગ કર્યું હતું. બસ કાલુપુર થી અરવિંદ પોલિકોટ ખાત્રજ જઇ રહી હતી. બસમાં મુસાફરી કરી રહેલાં 40 જેટલા મુસાફર ટીકીટ વગરના ખુદાબક્ષ હોવાનું માલુમ પડ્યું હતું. ચોંકાવનારી બાબત એ હતી કે,  કંડક્ટરે મુસાફરો પાસેથી ટીકીટના નાણાં વસુલ કર્યા હતા. પરંતું તેમને ટીકીટ આપી ન હતી. અધિકારી હરીશભાઇ મિશ્રાની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ હતુ. કાર્યવાહી બાદ બસને સારંગપુર ડેપોમાં લઇ જવાઇ. ઝડપાયેલો કન્ડક્ટર અરહમ ટ્રાન્સપોર્ટ નો કર્મચારી છે. અને અરહમ ટ્રાન્સપોર્ટ ના માલિક મણિનગર ના પૂર્વ કોર્પોરેટર આનંદ ડાગા છે. કૌભાંડી કન્ડક્ટર ને ફરજ પરથી દૂર કરવામાં આવ્યો છે. આ કોન્ટ્રાક્ટર ને મોટો નાણાંકીય દંડ કરવામાં આવશે.