ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 11 ઑક્ટોબર 2019 (12:46 IST)

અમદાવાદમાં 26 ખાદ્યપદાર્થના એકમોને નોટિસ, 52 હજારનો દંડ

અમદાવાદ મ્યુનિ.હેલ્થ વિભાગની ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા ગુરૂવારે હોટલ, રેસ્ટોરન્ટ, ફાસ્ટફૂડ સેન્ટરો અને સ્નેક પાર્લરમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા તેમજ રસોડાઓની સ્થિતિ અંગેની ચકાસણી કરવા માટ ૫૦ એકમોમાં  દરોડા પાડવામાં આવ્યા હતા. ચકાસણીમાં હાઇજેનિક કંડીશનની સ્થિતિ કથળેલી જણાઇ  આવતા કુલ ૨૬ એકમોને નોટિસ ફટકારીને  રૂપિયા ૫૨,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત ધૂમ્રપાન અંગે પાંચ એકમોને નોટિસ આપીને આર્થિક દંડ કરાયો હતો. છેલ્લા અઠવાડિયામાં જ મણિનગરમાં ઓનેસ્ટ રેસ્ટોરન્ટના ઢોંસામાંથી તેમજ ડ્રાઇવિન રોડ પર આવેલ સંકલ્પ હોટલના ઇડલી-સંભારમાંથી વંદો નીકળવાની ઘટના અને તેને લઇને મચેલા હોબાળાને પગલે મ્યુનિ.આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે. જેના અનુસંધાનમાં ગુરૂવારે  તાબડતોડ શહેરમાં આવેલા કુલ ૫૦ ખાદ્યપદાર્થોના એકમોમાં રસોડાની  સ્થિતિની ચકાસણી કરવામા ંઆવી હતી. ચકાસણી દરમિયાન મળી આવલા ૩૬ કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરાયો હતો. મોટેરામાં સંકલ્પ રેસ્ટોરન્ટને ૫ હજારનો દંડ કરવા ઉપરાંત ધૂમ્રપાન અંગે નોટિસ આપી ૨૦૦ રૂપિયા દંડ કરાયો હતો. મોટેરામાં જ આવેલ અપ સાઉથ રેસ્ટોરન્ટને પણ ૫ હજારનો દંડ અને ધૂમ્રપાન અંગે ૨૦૦ દંડ કરાયો હતો. મણિનગરમાં બડીઝ પીઝા , સબ-વે, અને મારૂતિ નંદનને પાંચ-પાંચ હજારનો દંડ કરીને ત્રણેય એકમોમાંથી હાઇજેનિક કંડીશનની સ્થિતિ સુધારવા માટે નોટિસ અપાઇ હતી. બોડકદેવમાં જજીસ બંગલા રોડ પર આવેલા જય જલારામ પરોઠા હાઉસને ૫ હજાર, જય નાગેશ્વરી પૈઆ એન્ડ ફાસ્ટ ફૂડને ૨ હજાર, રાજપથ ક્લબ પાસેની સંકલ્પ રેસ્ટોરન્ટને ૧૫ હજાર, સિંધુભવન રોડ પર આવેલી મારૂતિ નંદન કાઠિયાવાડી ગાર્ડન રેસ્ટોરન્ટને ૨ હજાર  તેમજ વસ્ત્રાપુરમાં માનસી ચાર રસ્તા પાસે આવેલ પ્રિન્સ કોર્નરને ૩ હજાર રૂપિયાનો દંડ કરાયો હતો. સુભાષબ્રિજ પાસે આવેલ તીર્થ જ્યોતિ પ્લાઝાના ઉમા ફૂડ્સ(ઓનેસ્ટ), નંદનવન કોમ્પ્લેક્ષના જય જલારામ પરોઠા હાઉસ અને સોપાન પ્લેટિયમના કેસર રેસ્ટોરન્ટ( સંકલ્પ)ને ધૂમ્રપાન અંગેન નોટિસ ફટકારીને ૨૦૦ રૂપિયાનો દંડ કરાયો હતો.