શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 15 સપ્ટેમ્બર 2018 (14:56 IST)

અંબાજીમાં પ્લાસ્ટિક પ્રતિબંધનો મુદ્દો ઉગ્ર બનતાં પોલીસનો લાઠીચાર્જ

ભાદરવી પૂનમના મેળાના 10 દિવસ બાકી છે ત્યારે પ્લાસ્ટિક પ્રતિબંધને લઈને આજે અંબાજીમાં વેપારીઓએ ઉગ્ર પ્રદર્શન કર્યો હતો. વેપારીઓ પોતાના વેપાર ધંધા બંધ કરીને રસ્તા પર ઉતરી આવ્યા હતા. રોષે ભરાયેલા વેપારીઓએ અંબાજી ખોડી વકલી સર્કલ પાસે ટાયરો સળગાવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, અને રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. મામલો ઉગ્ર થતા પોલીસે વેપારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો.

અધિકારીઓ દ્વારા પ્રતિબંધિત બ્લાસ્ટિક ઉપર રેડ કરવામાં આવી હતી, જેથી વેપારીઓ રોષે ભરાયા હતા. તેની આગ આજે બમણી થઈ છે. અંબાજીમાં આજે વેપારીઓએ વેપાર ધંધા બંધ કરીને વિરોધ પ્રદર્શન કર્યો હતો. વેપારીઓએ કલેક્ટર અને DDO વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. અંબાજી ભાદરવી પૂનમના મેળાનાં માત્ર 10 દિવસ આડા છે ત્યારે વેપારીઓમાં ફાટી નિકળેલો રોષ ઉગ્ર આંદોલન કરે તેવી શક્યતા દર્શાવી રહી છે. સાથે જ યાત્રિઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અંબાજીમાં પ્લાસ્ટિકના પ્રતિબંધ મુદ્દે વેપારીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. વહેલી સવારથી વેપારીઓ રસ્તા પર આવીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. પોલીસે મામલો થાળે પાડવા માટે વેપારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો જેથી મામલો વધુ બિચક્યો હતો. અને બાદમાં વેપારીઓ અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. વેપોરીઓ 20 માઈક્રોન ઉપરની પ્લાસ્ટિકની કેરી બેગનો ઉપયોગ કરવા દેવા માંગ કરી છે.