શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 જુલાઈ 2022 (08:53 IST)

પુરી-અજમેર એક્સપ્રેસનું ઊંઝા સ્ટેશન પર અને ભુજ-પુણે સાપ્તાહિક ટ્રેનનું હળવદ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ

રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પુરી-અજમેર-પુરી એક્સપ્રેસ ટ્રેનને ઊંઝા સ્ટેશન પર અને ભુજ-પુણે-ભુજ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનને હળવદ સ્ટેશન પર 6 મહિના માટે પ્રાયોગિક ધોરણે વધારાના સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:-
 
1. તારીખ 20 જુલાઈ 2022થી ટ્રેન નંબર 20823 પુરી-અજમેર એક્સપ્રેસ ટ્રેનનો ઉંઝા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 1145/11:47 કલાકનો રહેશે.
 
2.તારીખ 20 જુલાઈ 2022 થી ટ્રેન નંબર 20824 અજમેર-પુરી એક્સપ્રેસ ટ્રેનનો ઊંઝા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 01:00/01:02 કલાકનો રહેશે.
 
3.તારીખ 20 જુલાઈ 2022થી ટ્રેન નંબર 11091 ભુજ-પુણે એક્સપ્રેસ ટ્રેનનો હળવદ સ્ટેશન પર આગમન /પ્રસ્થાનનો સમય 16:59/17:01 કલાકનો રહેશે.
 
4.તારીખ 26 જુલાઈ 2022થી ટ્રેન નંબર 11092 પુણે-ભુજ એક્સપ્રેસ ટ્રેનનો હળવદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 10:26/10:28 કલાકનો રહેશે.