શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 જુલાઈ 2022 (08:22 IST)

આગામી ૨૪ કલાકમાં ઉત્તર ગુજરાત અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની સંભાવના , રાજ્યમાં NDRFની ૧૩ ટીમ અને SDRFની ૨૧ પ્લાટૂન તહેનાત

હવામાન વિભાગની આગહી મુજબ આગામી ૨૪ કલાકમાં મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૫૮.૩૨ ટકા વરસાદ થયો છે જે ગત વર્ષની સરખામણીમાં ૩૬.૬૨૫ ટકા વધુ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૫૫,૪૧,૭૦૬ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. રાજ્યમાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા હાલમાં NDRFની ૧૩ ટીમ અને વિવિધ ૧૬ જિલ્લાઓમાં SDRFની ૨૧ પ્લાટૂન તહેનાત છે. 
 
તેમણે કહ્યું હતું કે નવસારી જિલ્લામાં આશ્રયસ્થાનમાં આશરો લઇ રહેલા તમામ નાગરિકો સલામત રીતે સ્વગૃહે પરત ફર્યા છે. વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે નવસારી જિલ્લામાં અસરગ્રસ્ત તમામ નાગરિકોને કેશડોલ્સ ચૂકવવામાં આવી છે.
 
આ ઉપરાંત જિલ્લામાં પુનર્વસનની કામગીરીમાં વધુ ઝડપ આવે તે માટે  આરોગ્ય, સફાઇ, કૃષિ, મકાન અને ઘરવખરી સહિતના સર્વે માટે અંદાજે કુલ ૧૦૨૬ ટીમો કાર્યરત છે તેમ રાહત કમિશનરે વિગતો આપતાં ઉમેર્યુ હતું.  
 
પૂરગ્રસ્ત નવસારી જિલ્લામાં વીજળી, કેશડોલ્સ વિતરણ, પાણી વિતરણ અને રસ્તાઓ શરૂ કરવાની તેમજ પશુ સર્વેની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત મકાન સર્વે, સાફ સફાઇ, આરોગ્ય, ગટર સહિતની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્વવત કરાશે તેમ SEOC, ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રુપની બેઠકમાં વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેલા રાહત કમિશનરે પી.સ્વરૂપે જણાવ્યું હતું. 
 
રાહત કમિશનરે સમગ્ર વહીવટી તંત્ર, NDRF, SDRF, કોસ્ટગાર્ડ, હવાઇદળ અને સ્થાનિકોના સહયોગથી કરાયેલી બચાવ અને પુનર્વસનની કામગીરીની પ્રશંસા કરી તમામનો આભાર માન્યો હતો. 
 
આ બેઠકમાં રાહત નિયામકે સી.સી. પટેલ, હવામાન વિભાગના નિયામકે મનોરમા મોહંતી, ઊર્જા, માર્ગ અને મકાન, GSRTC, સી.ડબલ્યુ.સી, ઇસરો, કોસ્ટ ગાર્ડ, બાયસેગ, પંચાયત વિભાગ, ફિશરીઝ, પશુપાલન, ફોરેસ્ટ, GMB, GSDMA સહિતના અઘિકારીઓ હાજર રહ્યાં હતાં.