શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 18 મે 2024 (17:25 IST)

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

heat waves
હવામાન વિભાગની આગાહી બાદ આજથી રાજ્યભરમાં મહત્તમ તાપમાનનો પારો ઊંચકાયો છે. હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ આગાહી કરવામાં આવી હતી કે, રાજ્યભરમાંથી વાદળો દૂર થતાં તાપમાનનો પારો ઊંચો જશે. જેને પગલે આજે રાજ્યમાં આગામી 5 દિવસ માટે હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 7 દિવસ સુધી ગરમી યથાવત્ રહેશે અને એક-બે ડિગ્રી વધવાની સંભાવના છે. આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું તો ભાવનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, જુનાગઢ, કચ્છ અને વલસાડમાં 5 દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.વધુમાં જણાવ્યું હતું કે, ગઈકાલે રાજ્યમાં કુલ ત્રણ જિલ્લાનું મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. એટલે કે ત્રણ જિલ્લાઓમાં અંગ દઝાડતી ગરમીએ લોકોને ત્રાહિમામ પોકારવા મજબૂર કર્યા હતા.

રાજ્યમાં ગઈકાલે સૌથી વધુ 44.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદમાં અને ગાંધીનગરમાં 44.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જોકે, હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક માટે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.અમદાવાદ શહેરમાં આ વર્ષનું સૌથી મહત્તમ તાપમાન 44.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મહત્તમ તાપમાનમાં એકાએક વધારો થતાં શહેરીજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. ત્યારે આજે શહેરીજનોને ગરમીમાં શેકાવું પડ્યું હતું કારણ કે, બપોર પછી 3 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી આકાશમાં અંગારા વરસે તેવો અનુભવ થશે.

વલસાડ, ભાવનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ અને કચ્છમાં આગામી 5 દિવસો હીટવેવનું એલર્ટ અપાયુ છે. અમદાવાદ અને ગાંધીનગરનું મહતમ તાપમાન 44.2 ડિગ્રી સેલ્સિયસ છે. અમદાવાદમાં આગામી 48 કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતનું સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું છે. તેનુ મહતમ તાપમાન 44.8 ડિગ્રી સેલ્સિયસ છે. હાલ પૂર્વથી ઉતર દિશા તરફ પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી દિવસોમાં તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. જ્યા હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે, તે જગ્યાએ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.