હવામાન વિભાગની આગાહી મોટી આગાહી, 24 કલાકમાં વરસાદ
ગુજરાતમાં હાલના દિવસોમાં શિયાળાની ઠંડીનો અનુભવ થવાનો શરૂ થયો છે તેની સાથે જ ફરી રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
એક તરફ અરબી સમુદ્રમાં સિસ્ટમ બની છે અને બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત પર આવી રહ્યું છે. આ સિસ્ટમોની અસરની વચ્ચે દક્ષિણ ગુજરાત પર એક ટ્રફ રેખા બની છે.
આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બનશે અને તેના કારણે અનેક વિસ્તારોમાં ભેજવાળા પવનો આવતા વરસાદ પડવાની શક્યતા છે.
હાલ ગુજરાતમાં ધીરે ધીરે ઠંડી વધી રહી છે અને ઠંડુ હવામાન શિયાળુ પાક માટે અનુકૂળ હોય છે પરંતુ તેની વચ્ચે હવે કમોસમી વરસાદની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. જ્યારે તા. 10 નાં રોજ બનાસકાંઠા તેમજ સાબરકાંઠાનાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે. તે બાદનાં 24 કલાકની વાત કરીએ તો વાતાવરણ સૂકું રહેશે. જીલ્લાની વાત કરીએ તો નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ-દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર, ભાવનગરમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.