રાજકોટમાં વિદ્યાર્થીનીનો આપઘાત, સુસાઇડ નોટમાં લખ્યું 'NEXT LIFE BETTER'
રાજ્યમાં સતત આપઘાતના કિસ્સાઓનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે રાજકોટમાં સરકારના ભાર વિનાનું ભણતર સૂત્રને નિરર્થક કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતિએ ભણતરના ભારથી કંટાળી જતાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. પરિવારની પુત્રીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ
આ અંગે મળતી માહિતી અનુસાર યુવતિ રાજકોટ શહેરના કાલાવડ રોડ ઉપર આવેલી આવેલા રવિ પાર્કમાં રહેતી હતી. 20 વર્ષીય ઋત્વીબેન નીતિનભાઇ કોઠીયા નામની યુવતિ આર્ટીટેકટનો અભ્યાસ કરતી હતી. યુવતીએ ભણતરના ભારથી કંટાળી પોતાના ઘરે બારીમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ થતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે કાર્યવાહી કરી કોલેજીયન યુવતીના લટકતા મૃતદેહને નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. આશાસ્પદ યુવતીના મૃત્યુથી પટેલ પરિવારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.
આ અંગે પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું છે કે મૃતક ઋત્વીબેન કોઠીયા એક ભાઇ અને એક બહેનમાં મોટી હતી અને તે કોલેજમાં આર્કીટેકટનો અભ્યાસ કરતી હતી. જ્યારે નાનો ભાઇ ધો.12 માં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે. યુનિવર્સિટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.