Rajkot News - રાજકોટ-ગોંડલ હાઈવે પર ટ્રેક્ટર ચાલકે ટ્રક અડફેટે લેતા 4નાં મોત
રાજકોટ-ગોંડલ હાઇવે પર શેમળા નજીક આજે વહેલી સવારે ટ્રક અને ટેન્કર વચ્ચે અક્સ્માત સર્જાયો હતો. શેમળા ગામે વહેલી સવારે કેટલાક શ્રમિકો ટ્રેક્ટરમાં બેસીને મજૂરી અર્થે જઇ રહ્યા હતા એ સમયે શેમળા પાસે ટ્રેક્ટર અને કન્ટેનર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં આસપાસના ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ગોંડલ તથા રાજકોટ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યારે ટ્રોલી નીચે દબાયેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જોકે આ અક્સ્માતમાં કન્ટેનર ટ્રક દિવાલ તોડી અને રોડની નીચે ઉતરી ગયો હતો. અકસ્માતના પગલે દબાઈ જતા 4 લોકોનાં મોત થયા છે અને 8થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસનું અનુમાન છે કે આ ટ્રક નીચે હજી પણ લોકો દટાયેલા હોય તેવી આંશકા સેવાઈ રહી છે.
મૃતકોમાં 52 વર્ષની ઉંમરના છોટુભા ચંદુભા જાડેજા, (ખરેડા ગામના રહેવાસી), ગોવિંદભાઈ નાનાભાઈ પટેલ(ઉંમર 20 વર્ષ) રાણીપુરા.તા.દેવગઢબારિયા.જિ.દાહોદ હોવાનું તપાસમાં ખુલ્યુ છે. આ ઘટનામાં કુલ 15 શ્રમિકો ઘાયલ થયા છે.
ઇજાગ્રસ્તોની યાદી
કમલેશભાઈ ભૂરીયા (ઉ.વ.25)
ભરતભાઈ પટેલ (ઉ.વ.40)
અરવિંદભાઈ ખુમાભાઈ (ઉ.વ.35)
અનિતાબેન કમલેશભાઈ ભુરિયા (ઉ.વ.25)
રામસિંગભાઈ વર્ધનભાઈ (ઉ.વ.50)
બાબુભાઇ પટેલ (ઉ.વ.37)
ભીમજીભાઈ ડોડીયા (ઉ.વ.24)
શંકરભાઇ પટેલ (ઉ.વ. 40)
દીપસિંગભાઈ પટેલ (ઉ.વ.22)
ધર્મેશભાઈ મેળા (ઉ.વ.54)
સુમનબેન મેળા (ઉ.વ. 25)
લાલીતાબેન ડોડીયા (ઉ.વ.22)
ગુડીબેન શીંગાળા (ઉ.વ.14)
આશાબેન મુકેશ (ઉ.વ. 6)
કવિતાબેન ડોડીયા (ઉ.વ.14) નો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્ત તમામ શ્રમિકોને સારવાર માટે ગોંડલ હોસ્પિટલ ખસેડાયા છે.