શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. માતાજીના જાણીતા શક્તિપીઠ
Written By
Last Modified: બુધવાર, 4 ઑક્ટોબર 2023 (16:10 IST)

માતાના 51 શક્તિપીઠ : શર્કરરે શક્તિપીઠ 5

sarkare shaktipeeth
sarkare shaktipeeth
શક્તિપીઠોની સંખ્યા દેવી ભાગવત પુરાણમાં 108, કાલિકા પુરાણમાં 26, શિવચરિત્રમાં 51, દુર્ગા શપ્તસતી અને તંત્રચૂડામણિમાં 52 જણાવવામાં આવી છે. સામાન્ય રીતે: 51 શક્તિપીઠો ગણવામાં આવે છે. તંત્રચુડામણિમાં લગભગ 52 શક્તિપીઠોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વખતે માતા સતીની શક્તિપીઠોમાં શર્કરે શક્તિપીઠ વિશે માહિતી રજૂ કરવામાં આવી છે.
 
કેવી રીતે બન્યું આ શક્તિપીઠઃ જ્યારે મહાદેવ શિવજીની પત્ની સતી પોતાના પિતા રાજા દક્ષના યજ્ઞમાં પોતાના પતિનું અપમાન સહન ન કરી શક્યા ત્યારે તેઓ તેજ યજ્ઞમાં કુદીને ભસ્મ થઈ ગયા.  જ્યારે ભગવાન શિવને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે પોતાના ગણ વીરભદ્રને મોકલી, યજ્ઞ સ્થળનો નાશ કર્યો અને રાજા દક્ષનું માથું કાપી નાખ્યું.  બીજી બાજુ ભગવાન શિવ પોતાની પત્ની સતીના બળી ગયેલા શરીરને લઈને વિલાપ કરતા સર્વત્ર ફરતા હતા. જ્યાં પણ માતાના શરીરના અંગો અને ઘરેણા પડ્યા, ત્યાં શક્તિપીઠ બની ગયુ. 
 
શર્કરરે શક્તિપીઠ - પાકિસ્તાનમાં કરાંચીના સુક્કર સ્ટેશનની પાસે આવેલ છે શર્કરરે શક્તિપીઠ, જ્યા માતાની આંખ પડી હતી. તેમની શકતિ - મષિષાસુરમર્દિની અને ભૈરવને ક્રોધિશ કહે છે. એવુ કહેવાય છે કે નૈનાદેવી, બિલાસપુર હિમાચલ પ્રદેશમાં માતાની બીજી આંખ પડી હતી.  શિવહારકરાય શક્તિપીઠ નામથી પણ ઓળખાય છે અને મહારાષ્ટ્રના કોલ્હાપુર સ્થિત કરવીર શક્તિપીઠ પર માતાનુ ત્રિનેત્ર પડ્યુ હતુ જેની દેવી મહિષાસુરમર્દની અને ભૈરવ ક્રોધશિશ. અહી મહાલક્ષ્મીનો નિજ નિવાસ માનવામાં આવે છે.