રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By
Last Updated : રવિવાર, 15 ઑક્ટોબર 2023 (08:49 IST)

Navratri 2023- Navratri 2023 - આજથી નવરાત્રિનો શુંભારભ, જાણો ઘટસ્થાપનાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

kalash sthapana
Navratri 2023-  આ વર્ષે શારદીય નવરાત્રિ 15 ઓક્ટોબરથી શરૂ થશે અને 24 ઓક્ટોબરે સમાપ્ત થશે. 
 
15 ઓક્ટોબરથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં 15 ઓક્ટોબરના રોજ સવારે 11:48 થી 12:36 સુધી ઘટસ્થાપન એટલે કે કલશ સ્થાપનનો શુભ મુહૂર્ત છે. આ વખતે તમને કલશ સ્થાપિત કરવા માટે 48 મિનિટનો સમય મળશે.
અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 14 ઓક્ટોબર 2023ના રોજ રાત્રે 11.24 કલાકે શરૂ થશે અને 16 ઓક્ટોબર 2023ના રોજ સવારે 12.03 કલાકે સમાપ્ત થશે.

 
ઘટ સ્થાપનાની વિધિ
- તમારા આસન નીચો થોડુ પાણી અને ચોખા નાખીને જમીન શુદ્ધ કરી લો.
- ત્યારબાદ ભગવાન ગણપતિનુ ધ્યાન કરો. પછી શંકરજીનુ વિષ્ણુજીનુ. વરુણજીનુ અને નવગ્રહનુ
- આહવાન પછી મા દુર્ગાની સ્તુતિ કરો. જો કોઈ મંત્ર યાદ નથી તો દુર્ગા ચાલીસા વાંચો. જો એ પણ યાદ ન હોય તો ૐ દુર્ગાયે નમ: નો જાપ કરો
- ધ્યાન રહે કે કળશ સ્થાપનામાં આખો પરિવાર હાજર હોય. ૐ દુર્ગયે
નમ: નવરાત્રિ નમો
નમ: અને જોરથી ઉચ્ચારણ કરતા કળશ સ્થાપિત કરો.
- જે સ્થાન પર કળશ સ્થાપિત કરો ત્યા થોડા આખા ચોખા મુકી દો. જગ્યા સ્વચ્છ હોવી જોઈએ.
- કુંભ કે પાત્ર પર આસોપાલવના પત્તાથી સજાવી દો.
- પહેલા જળમાં ચોખા પછી કાળા તલ લવિંગ પછી પીળી સરસવ અને પછી જવ પછી સોપારી અને સિક્કો નાખો
- હવે નારિયળ લો તેના પર ચુંદડી બાંધો. પાન લગાવો અને દોરો પાંચ કે સાત વાર લપેટો.
- નારિયળને હાથમાં લઈને માથા પર લગાવો અને માતાની જયકારા લગાવતા નારિયળને કળશ પર સ્થાપિત કરી દો.
- કળશ સ્થાપના માટે મંત્ર આ પ્રકારનો છે..
 
નમોસ્તેસ્તુ મહારૌદ્રે મહાઘોર પરાક્રમે
મહાબલે મહોત્સાહિ મહાભય વિનાશિની
કે ૐ શ્રી ૐ
- કળશ સ્થાપના પર ધ્યાન રાખો.
- રોજ કળશની પૂજા કરો. દરેક નવરાત્રિની એક બિંદિ કળશ પર લગાવતા રહો
- જો કોઈ દિવસે બે નવરાત્રિ હોય તો બે બિંદી (લાલ કંકુની) લગાવતા રહો
- કળશની પૂજા દરરોજ કરતા રહો અને આરતી પણ કરો.