બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By
Last Updated : ગુરુવાર, 15 માર્ચ 2018 (14:34 IST)

નવરાત્રમાં કરો આ 5 કામ, માં દુર્ગા દૂર કરશે બધા કષ્ટ

નવરાત્રી માતા ભગવતી શક્તિને નમન કરવાનું  પર્વ છે. આ સમયે માં દુર્ગાને પ્રસન્ન કરવા માટે ઘણી બધી વિધિઓ અને પરંપરાઓથી પૂજન કરાય છે. જે ભક્ત પર માં ની કૃપા હોય છે એના બધા દુખો અને કષ્ટોનું  નિવારાણ થઈ જાય છે. નવરાત્રમાં ઉપવાસ કરવા માટે ખાસ નિયમોના પાલન કરવું હોય છે. જો આ નિયમોનું  પાલન કરાય તો માં ભગવતી શીઘ્ર પ્રસન્ન થાય છે અને શુભ ફળ આપે છે. જાણો નવરાત્રમાં કયાં કામ જરૂર કરવા જોઈએ. 
જો નવરાત્રમાં ઉપવાસ કરો તો શરુથી લઈને પુરા થવાના દિવસ સુધી કરો. ઘણા શ્રદ્ધાળુઓ સ્વાસ્થય અને સમય મુજબ પ્રથમ  અને અંતિમ  દિવસનું  પણ વ્રત રાખે છે. જો આરોગ્ય સાથ ન આપે  9 દિવસ વ્રત કરવાની  જીદ ન કરવી. માં શ્રદ્ધા અને પ્રેમપૂર્વક કરેલા બે ઉપવાસોનું  પણ પુર્ણ ફળ આપે છે. 
માં દુર્ગાને લાલ રંગ ઘણો પ્રિય છે. આ સૌભાગ્ય અને ઉર્જાનો પ્રતીક છે. નવરાત્રમાં પૂજનના સમયે લાલ રંગના આસનનો ઉપયોગ કરો તો આ  શુભ હોય છે. પૂજનના આસનના ઉપયોગ માત્ર પૂજામાં જ કરવો  જોઈએ. 
શક્ય હોય તો નવરાત્રમાં ચૌપાઈ , બેડ વગેરે પર શયન નહી કરવા જોઈએ. ભૂમિ પર જ પથારી લગાવીને શયન કરો. આથી શરીરૢાઅં ઉર્જાના પ્રવાહ બના રહે છે . સવારે ભૂમિને પ્રણામ જરૂર કરવા જોઈએ. આથી દીર્ધાયુ અને યશની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં ભૂમિને પણ માતા કહ્યું છે. 
માં ના દરબારમાં અખંડ જ્યોતિ પ્રગટાવો. જો અખંડ જ્યોતિ ન પ્રગટાવી શકો તો સવારે-સાંજે ઘીના દીપક જરૂર કરવા જોઈએ. દીપક પ્રગટાવાથી સફળતા , સૌભાગ્ય અને ભાગ્યોદયની પ્રાપ્તિ થાય છે. સંપૂર્ણ નવરાત્રમાં બહ્મચર્યના પાલન કરવા જોઈએ.