ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Updated : ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2018 (11:24 IST)

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ બે રાશિના લોકોને મળશે ખુશ ખબર (08/02/2018)

મેષ (અ, , ઈ):કાર્યક્ષેત્રના વિકાસ માટે નવા આયોજનો લાભદાયી નીવડે. વધુ ઉદાર અને લાગણીશીલ બનવાને કારણે ઓછે નફે કાર્ય કરવાની વૃત્તિ રહેશે.વણઉકેલ્યા પ્રશ્નોનો ઉકેલ આવે.

વૃષભ (બ, , ઉ):વાતાવરણમાં હર્ષમય લાગશે. કાર્યક્ષેત્રે વિકાસ માટે ખર્ચનું પ્રમાણ વધશે. તબિયત નરમ ગરમ રહેશે. નવી ઓળખાણ લાભદાયી બને. યકૃતની બિમારીમાં રાહત અનુભવશો.

મિથુન (ક, , ઘ):મધ્યમ દિવસ છે. નવા વિકાસ અંગેના આયોજનોમાં સફળતા મેળવવાની આશા અધૂરી રહેશે. તબિયત ચિંતા કરાવે.સહીસિકકાની બાબતમાં, લખાણની બાબતમાં સાવચેતી રાખવી.

કર્ક (ડ, હ):લાભદાયી અને પ્રગતિકર્તા દિવસ છે. દામ્પત્યજીવનમં તિરાડ ન પડે તેની વિશેષ કાળજી લેવી. તબિયત એકંદરે સારી રહે. પરિવારમાં ફુલગુલાબી વાતાવરણ જોઇ શકશો. સુખ-સમૃદ્ધિ વધે.

સિંહ (મ, ટ):બુદ્ધિમત્તાથી વિશેષ લાભના યોગ બને છે. સમાજ, મિત્રમંડળમાં માન મેળવશો. જીવનસાથીના વ્યવહારથી પ્રસન્નતા જણાય. કાર્યક્ષેત્રે પત્ની તેમજ સંતાનનો યોગ્ય સાથ-સહકાર મળી રહેશે.

કન્યા (પ, , ણ):શ્રેષ્ઠ દિવસ છે. આત્મવિશ્વાસ વધે. સ્વાસ્થય એકંદરે સારું. સમજદારીપૂર્વક કાર્યો કરવાથી સફળતા વધે. વાંચનપ્રિય બનશો. મોસાળ પક્ષથી લાભ થાય. જીવનજરુરિયાત ચીજ વસ્તુની ખરીદી.

તુલા (ર, ત):વધુ આવેશશીલ સ્વભાવથી જીવનસાથી સાથે મતભેદનું પ્રમાણ વધે. માનસિક શાંતિ જાળવવી જરૂરી. સહકાર્યકર્તાઓ સાથે વિવાદ ટાળવા.પરિવારમાં ખર્ચનું પ્રમાણ વધુ રહેશે.

વૃશ્ચિક (ન, ય):ધૈયર્તાપૂર્વક બહુ જ શાંત મગજથી કામ કરવાથી સફળતાની ટકાવારી વધારી શકશો. આયોજનપૂર્વકકાર્યો કરવાથી ઈચ્છિત સફળતા મેળવી શકશો.સંશોધનાત્મક અભિગમ વધે.

ધન (ભ, , , ઢ):કાર્યક્ષેત્રે અનુકૂળ વાતાવરણ મળવાથી મન પ્રફુલ્લિત બની જશે. રાજકીય ક્ષેત્રે ધારેલી સફળતા મળે. માનસિક શાંતિ જાળવી શકશો. કોર્ટકચેરીના કાર્યો ઉકેલી રાહત અનુભવશો.

મકર (જ, ખ):પ્રગતિકારક દિવસ છે. આર્થિક આયોજનોમાં સફળતા મેળવી શકશો. શુભ માંગલિક પ્રસંગોને કારણે ખર્ચનું પ્રમાણ વધે.મહેનતના પ્રમાણમાં ધાર્યા કામ સરળતાથી પાર પાડી શકશો.

કુંભ (ગ, , સ):પારિવારિક સભ્યોની વ્યર્થની દોડધામને કારણે માનસિક મુંઝવણમાં મૂકાશો. ખર્ચનું પ્રમાણ વધે.સ્વાર્થી મિત્રોથી સાચવવું.આકસ્મિક ઇજાથી સાવધ રહેવુ. કોઇને ઉછીના નાણાં આપવા નહીં.
મીન (દ, , , થ):સાહસ અને પરાક્રમથી લાભ મળે. અનેક રીતે પ્રગતિની તકો મળે. આરોગ્ય અને આર્થિક પ્રગતિ વધારે સફળતા અપાવે. જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા હળવી થાય. ધંધામાં પ્રગતિ વધે.