શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 29 મે 2018 (11:04 IST)

UK એ પુછ્યુ - કંઈ જેલમાં રાખશો માલ્યાને, મોદી બોલ્યા - જ્યા તમે ગાંધી-નેહરુને કેદ કર્યા હતા

વિજય માલ્યા મામલે બ્રિટનની કોર્ટ દ્વારા ભારતીય જેલ પર કરવામાં આવેલી ટિપ્પણી પર સોમવારે સુષમા સ્વરાજે નિવેદન આપ્યુ. સુષમાએ જણાવ્યુ કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિટિશ પીએમ સાથે મુલાકાત કરી તો બ્રિટિશ પી.એમ. એ મોદીને કહ્યુ હતુ કે તમે માલ્યાને કંઈ જેલમાં મુકશો. પ્રત્યાર્પણ પહેલા અમે ભારતીય જેલોની તપાસ કરીશુ. 
 
ત્યારે મોદી કહ્યુ હતુ કે માલ્યાને અમે એ જ જેલોમાં મુકીશુ જ્યા તમે બ્રિટિશ હુકૂમત સમયે મહાત્મા ગાંધી અને પંડિત નહેરુ જેવા નેતાઓને બંધ રાખ્યા હતા. તેથી તેમના પર સવાલ ન ઉઠાવશો. આ દરમિયાન એક પત્રકારે જ્યારે સુષમાને વિજય માલ્યાના ભારત પરત આવવાની વાત કરી તો સુષમાએ કહ્યુ કે ભારત તરફથી કાયદાકીય લડાઈ ચાલુ છે. અમે બ્રિટનને પ્રત્યર્પણની ભલામણ મોકલી આપી છે.