સંબંધિત સમાચાર
- સુભાષચંદ્ર બોઝ - નેતાજીની કથની અને કરણીમાં દેશભક્તિ ઝલકતી હતી
- વડાપ્રધાન મોદીએ નવનિર્મિત SVP હોસ્પિટલનું લોકાર્પણ કર્યું, કોંગ્રેસે વિરોધ કર્યો
- વાઈબ્રેન્ટ ગુજરાતમાં સામેલ થશે PM મોદી.. જાણો તેમનો મિનિટ-ટૂ-મિનિટ પોગ્રામ
- પાકિસ્તાનથી વાઈબ્રન્ટ સમિટમાં કોઈ ડેલિગેશન આવવાનું નથીઃ મુખ્યપ્રધાન રૂપાણી
- વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં અનિલ અંબાણી ભાગ નહીં લઈ શકે
તોગડિયાનો દાવો, નરેન્દ્ર મોદીએ ક્યારેય નથી વેચી ચા, આ ફક્ત પબ્લિસિટી સ્ટંટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેલવે સ્ટેશન પર ચા વેચી કે નહી તેન આ પર ચર્ચા કોઈ નવી વાત નથી. વિપક્ષ વારંવાર તેના પર સવાલ ઉભા કરતા આવ્યા છે પણ આ વખતે નરેન્દ મોદી સાથે કામ કરનારા પ્રવીણ તોગડિયાએ દાવો કર્યો કે તેઓ મોદીને છેલ્લા 43 વર્ષથી જાણે છે અને તેમણે ક્યારેય પણ તેમને ચા વેચતા જોયા નથી. તોગડિયાએ દાવો કરતા કહ્યુ કે આ મોદીનો ફક્ત પબ્લિસિટી સ્ટંટ છે છે બીજુ કશુ નહી.
તેમણે કહ્યુ કે મે ડોક્ટરી કરી છે અને જો તમે મારા મિત્રો કે ઓળખીતાઓને આ વિશે પૂછશો તો તે બતાવી દેશે કે આ સત્ય છે પણ નરેન્દ્ર મોદીના ચા વેચવ આનો દાવો કોઈ સાબિત નહી કરી શકે. કારણ કે આ અંગે કોઈને માહિતી છે જ નહી.
સાથે જ તેમણે કહ્યુ કે આરએસએસ અને ભાજપાની રામ મંદિર બનાવવાની કોઈ ઈચ્છા નથી. તેમણે દાવો કર્યો કે ભાજપા આ વખતે લોકસભા ચૂંટણી નહી જીતે અને આ સાથે જ મોદીની ગુજરાતમાં અને ભૈયાજી જોશીની નાગપુરમાં કમબેક થઈ જશે.
