બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 17 જુલાઈ 2021 (13:29 IST)

PM મોદીની NCP ચીફ શરદ પવાર સાથે 1 કલાકની મુલાકાતથી રાજકારણ ગરમાયુ

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમના રહેઠાણ પર મુલાકાત કરી છે. દિલ્હીમાં આજે અચાનક પીએમ મોદી અને શરદ પવાર વચ્ચે મુલાકાતથી રાજકારણનુ ગલિયારામાં અટકળોનુ બજાર ફરીથી ગરમાયુ છે.  સૂત્રોનુ માનીએ તો પીએમ નરેન્દ્ર મોદી અને શરદ પવાર વચ્ચે આ બેઠક 50 મિનિટ સુધી ચાલી છે. આ મુલાકાતના અનેક રાજકારણીય સમીકરણો કાઢવામાં આવી રહ્યા છે. કારણ કે આ પહેલા શુક્રવારે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને પીયૂસ ગોયલની પણ એનસીપી ચીફ શરદ પવાર સાથે મુલાકાત થઈ હતી. 

 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યાલયે ટ્વીટ કરી આ મુલાકાતની ચોખવટ કરી છે. પીએમઓએ ફોટો સાથે ટ્વીટ કર્યુ. રાજ્યસભા સાંસદ શરદ પવાર નરેન્દ્ર મોદીને  મળ્યા. ઉલ્લેખનીય છેકે આ મુલાકાત એવા સમયે થઈ જ્યારે થોડા દિવસ પહેલા એવી અટકળો સામે આવી કે શરદ પવાર રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર થઈ શકે છે.  જો કે એનસીપી ચીફે આ અટકળોને નકારી હતી. બીજી બાજુ આ મુલાકાતથી મહારાષ્ટ્રમાં નવુ રાજકારણીય સમીકરણને લઈને પણ અટકળોનુ બજાર ગરમ થયુ છે.