બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 19 ફેબ્રુઆરી 2019 (15:14 IST)

Pulwama Terror Attack: સલમાન ખાનની ફિલ્મમાંથી પાકિસ્તાની સિંગરનુ ગીત થયુ કેન્સલ

પુલવામાં આતંકી હુમલા  (Pulwama terror attack) પછી હિન્દી ફિલ્મ ઈડસ્ટ્રીએ આ નિર્ણય કર્યો છે કે હવે પાકિસ્તાનનો  કોઈપણ કલાકાર હિન્દી ફિલ્મ અને ટીવી જગતમાં કોઈપણ રૂપે સામેલ નહી થઈ શકે.  આવામાં અનેક આવનારી ફિલ્મોના મેકર્સે પણ નિર્ણય લીધો છે કે તેઓ પોતાની ફિલ્મો પાકિસ્તાનમાં રજુ નહી કરે. 
 
આવામાં સલમાન ખાનની આવનારી ફિલ્મ નોટબુકને લઈને જાણવા મળ્યુ છેકે આ ફિલ્મમાં પાકિસ્તાની સિંગર આતિફ અસલમે એક ગીત ગાયુ હતુ. જેને હવે સલમાન ખાન રિપ્લેસ કરવાના છે. વર્તમાન પરિસ્થિતિને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે કે તેમના હોમ પ્રોડક્શનમાં બની રહેલ આ ફિલ્મમાં હવે આ ગીત કોઈ અન્ય સિંગર દ્વારા રિપ્લેસ કરાશે. જો કે અત્યાર સુધી સલમાને પોતાની તરફથી કોઈ જાહેરાત નથી કરી. પણ આ સમાચારને ઓફિશિયલ જ માનવામાં આવી રહ્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે સોમવારે દિલ્હીમાં થયેલ પ્રેસ કોન્ફ્રેસ દરમિયાન ટોટલ ધમાલની ટીમે મીડિયા સાથે વવાત કરતા કહ્યુ કે અજય દેવગને ટીમ તરફથી જણાવ્યુ કે પુલવામાંમાં થયેલ આતંકી હુમલાને કારણે ફિલ્મને પાકિસ્તાનમાં રજુ નહી કરવામાં આવે.  તેમણે કહ્યુ કે ટીમને આ જ યોગ્ય લાગ્યુ. અમારી તરફથી જે અમે કરી શકીએ છીએ એ અમે કર્યુ. આવી હાલતમાં અમે ફિલ્મ પાકિસ્તાનમાં રજુ નથી કરી શકતા. બીજી બાજુ સોન ચિડિયાના મેકર્સે પણ કહ્યુ છેકે તે પોતાની ફિલ્મને પાકિસ્તાનમાં રજુ નહી કરે.