પુલવામા આતંકી હુમલો - આધાર કાર્ડ,ઘડિયાળ અને વોલેટથી થઈ જવાનોની ઓળખ
પુલવામાં આતંકી હુમલામાં શહીદ 40 સીઆરપીએફ જવાનોમાં મોટાભાગની લાશ એટલી ક્ષત-વિક્ષત થઈ ગઈ હતી કે સાથી જવાન આધાર કાર્ડ, રજાની અરજી અને સેનાના પરિચય પત્રથી જ તેમની ઓળખ કરી શક્યા. અધિકારીઓએ કહ્યુ કે ધમાકામાં બોડીની હાલત એવી થઈ ગઈ હતી કે ઓળખ કરવી મુશ્કેલ હતી. તેમના ખિસ્સામાંથી મળેલા કાગળ અને અન્ય સામાનની મદદથી જ તેમની ઓળખ કરી શકાય. કેટલાક શહીદોની ઘડિયાળ અને વોલેટ દ્વારા તેમની ઓળખ કરી.
ઉલ્લેખનીય છે કે ગુરૂવારે સીઆરપીએફના કાફાલ પર આતંકી હુમલો થયો હતો. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠ જૈશ-એ-મોહમ્મદે લીધી છે. ભારતીય સેનાને હુમલાનો જવાબ આપવા માટે સરકાર તરફથી ખુલ્લી છૂટ પણ મળી છે. સીઆરપીએફના કાફલામાં 78 ગાડીઓ હતી અને લગભગ 2500 જવાન સામેલ હતા. હાઈ ઈંટેનસિટે પ્રભાવવાળા વિસ્ફોટકથી ભરેલા ધમાકામાં તેમના શબ ક્ષત વિક્ષત થઈ ગયા. આવામાં જવાનોની ઓળખ કરી શકવી ખૂબ મુશ્કેલ થઈ ગઈ હતી.
જમ્મુ કાશ્મીરમાં ગોઠવાયેલા સીઆરપીએફના અધિકારીઓએ જવાનોના પરિવારને હજારો ફોન કરવા જેવુ મુશ્કેલ કામ પણ કર્યુ છે. તેમણે તેમને માહિતે આપી છે કે શહીદ જવાનોની ઓળખ યોગ્ય રીતે થઈ છે અને કોઈપણ ગાયબ નથી. એક જવાન દિલ્હીમાં જોવા મળ્યો જ્યારે કે એક જમ્મુમાં કોઈ જરૂરી કામને કારણે કાફલામાં સામેલ થઈ શક્યો નહોતો.
દિલ્હી સ્થિત સીઆરપીએફના મુખ્યાલયે 40 શહીદ જવાનોની યાદી શુક્રવારે સાંજે જ રજુ કરી હતી. જવાનોની ઓળખ ફોરેંસિક પ્રોફાઈલિંગ અને તેમના સામાન દ્વારા કરવામાં આવી છે. આ સામાન હુમલાવાળા સ્થાન પરથી જપ્ત કરવામાં આવ્યો. જ્યારબાદ ઓળખ જાણ કરવાનુ કામ થયુ.
અમેરિકાએ કરી મદદની વાત - અમેરિકા સહિત અનેક દેશે કહ્યુ છે કે તે આતંક વિરુદ્ધ ભારત સાથે ઉભુ છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૉન બોલ્ટને શુક્રવારે પોતાના ભારતીય સમકક્ષ અજીત ડોભાલને ફોન પર વાત કરી છે.
તેમણે કહ્યુ કે અમેરિક આતંક વિરુદ્ધ ભારત સાથે ઉભુ છે અને ભારતને આત્મરક્ષાનો પુરો અધિકાર છે. તેમણે પુલવામાં સીઆરપીએફ પર થયેલ આતંકી હુમલાને લઈને ડોભાલ સાથે ચર્ચા કરી. ઉલ્લેખનેય છે કે આ હુમલામાં સેનાના 40 જવાન શહીદ થઈ ગયુ છે અને પાંચ ઘાયલ થયા છે.