સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 14 સપ્ટેમ્બર 2018 (11:57 IST)

#INDORE લાઈવ -દેશમાં શાંતિપૂર્ણ વાતાવરણ કાયમ રાખવા માટે દાઉદી બોહરા સમાજનું મહત્વપૂર્ણ યોગદાન- Modi

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દાઉદી બોહરા મુસ્લિમ સમુદાયના ક્રાય્રકમાં સામેલ થવા માટે ઈન્દોર પહોંચ્યા છે. અહી પ્રધાનમંત્રી બોહરા સમુહના 53માં ધર્મગુરૂ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાથે કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. તેમની સાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર છે. 
બોહરા સમાજના ઈતિહાસમાં આવુ પહેલીવાર થઈ રહ્યુ છે જ્યારે કોઈ પ્રવચન  ક્રાર્યક્રમમાં સામેલ થવા માટે ઈન્દોર પહોંચ્યા છે. અહી પ્રધાનમંત્રી બોહરા સમાજના 53માં ધર્મગુરૂ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાથે કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. તેમની સાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર છે. 
 
બોહરા સમજાના ઈતિહાસમાં આવુ પહેલીવાર થઈ રહ્યુ છે જ્યારે કોઈ પ્રવચન કાર્યક્રમમાં કોઈ પ્રધાનમંત્રી સામેલ થઈ રહ્યા છે. શિવરાજ સરકારે સૈફદ્દીનને રાજકીય અતિથિનો દરજ્જો આપવામાં આવ્યો છે. 
 
ઉલ્લેખનીય છે કે પીએમ મોદી બોહરા સમુહના આ કાર્યક્રમ સ્થળ સૈફી મસ્જિદ પર 30 મિનિટ રોકાશે. મધ્યપ્રદેશમાં બે મહિના પછી વિધાનસભા ચૂંટણી થવાની છે. આવામાં પીએમનો બોહરા મુસ્લિમ સમુહના ધર્મગુરૂને મળવાનો કાર્યક્રમના રાજનીતિક મતલબ કાઢવામાં આવી રહ્યા છે. 
 
પીએમ મોદી માટે 3500 જવાનોની ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન જર્મન તકનીકના 125થી વધુ કૈમરા દ્વારા નજર રાખવામાં આવશે. આ કૈમરાની મદદથી લોકોના નખ સુધી નજર રાખવામાં આવશે.  પ્રધાનમંત્રી આવવાના અને જવાના અમય કુલ 20 મિનિટ માટે ઈન્દોર નો ફ્લાઈંગ જોન રહેશે. 
 
ઉલ્લેખનીય છે કે સૈયદના મુફદલ સૈફુદ્દીન ઈન્દોર 20 દિવસીય પ્રવાસ પર આવ્યા છે. અ દરમિયાન તેઓ પ્રવચન આપવા સાથે ત્રણ મસ્જિદનુ ઉદ્દઘાટન પણ કરશે.  બોહરા સમુહના ધર્મગુરૂને મળવા અને તેમના પ્રવચનને સાંભળવા માટે 40થી વધુ દેશોના લગભગ 1.7 લાખ લોકો ઈન્દોર પહોંચ્યા છે. 
 
સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનન ઈન્દોર પહોંચવા પર લોકસભા અધ્યક્ષ અને સ્થાનીક સાંસદ સુમિત્રા મહાજન પ્રદેશના સહકારિતા રાજ્ય મંત્રી વિશ્વાસ સારંગ, રતલામ-ઝાબુઆ ક્ષેત્રના લોકસભા સાંસદ કાંતિલાલ ભૂરિયા અને અન્ય નેતાઓએ સ્વાગત કર્યુ છે. 
 
પ્રધાનમંત્રી અહી લગભગ 40 મિનિટ રોકાશે. પ્રધાનમંત્રીના રૂપમાં તેઓ એવા પહેલા છે જે કોઈ સૈયદની વાઅઝમાં સામેલ થઈ રહ્યા છે. એક અનુમાન મુજબ ઈન્દોરમાં દાઉદી બોહરા સમુહને વસ્તી 35000 ની આસપાસ છે. આ વસ્તીના લગભગ 40 ટકા ભાગ શહેરના એ પશ્ચિમી ક્ષેત્રમાં વસ્યો છે જ્યા સત્તારૂઢ ભાજપાનુ રાજકારણીય દબદબો છે. દાઉદી બોહરા સમુહના મોટાભાગના લોકો પરંપરાગત રૂપથી વેપાર-વ્યવસાય સાથે જોડાયેલા છે. 
 
 
સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનને પ્રદેશ સરકારે રાજકીય અતિથિનો દરજ્જો આપ્યો છે.  દાઉદી બોહરા સમુદાયના પ્રવકતાએ જણાવ્યુ કે સૈયદના સૈફુદ્દીનના શહેરમાં આગમન દરમિયાન સાંઘી ગ્રાઉંડ પર હજારો લોકોએ ધર્મગુરૂનુ ઉમળકાથી સ્વાગત કર્યુ.   સૈયદના મુફદ્દલ સૈફુદ્દીને રાષ્ટ્રેય સ્વચ્છતા રૈકિંગમાં ઈન્દોરમાં સતત બીજા વર્ષે પ્રથમ આવવા બદલ શહેરવાસીઓના વખાણ કર્યા.   આ સાથે જ તેમને દાઉદી બોહરા સમુદાયના લોકોને અપીલ કરી કે તેઓ અન્ય સમુહના લોકો સાથે હળીમળીને રહે અને એક સારા નાગરિકના રૂપમાં દેશના વિકાસમાં ભાગીદાર બને.