જીત પછી પહેલીવાર વારાણસી પહોંચ્યા PM નરેન્દ્ર મોદી
લોકસભા ચૂંટણી 2019માં મળેલી પ્રચંડ જીત પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલીવાર વારાણસી પહોંચ્યા. જ્યા એયરપોટ પર બીજેપી કાર્યકર્તાઓએ તેમનુ ભવ્ય સ્વાગત કર્યુ. મોદી અહી 4.79 લાખ વોટના અંતરથી વારાણસી લોકસભા સીટ જીત્યા બાદ લોકોનો આભાર વ્યક્ત કરવા અને પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અર્ચના કરવા માટે આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની યાત્રા પર છે.
પીએમ મોદી રસ્તા માર્ગે પોલીસ લાઇનથી બાંસફાટક સુધી જશે. પીએમનો કાફલો શહેરના કેટલાંય ભાગમાં થઇને પસાર થશે. પાર્ટી સૂત્રોના મતે સવારે પીએમ કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરશે અને ત્યારબાદ પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરશે. તદઉપરાંત પંડિત દીનદયાળ સંકુલમાં કાર્યકર્તાઓને સંબોધશે. લોકસભા ચૂંટણીમાં મળેલી ઐતિહાસિક જીત બાદ વારાણસી પીએમ મોદીનું શાહી સ્વાગત કરવા માટે તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે રવિવારે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે હતા. અહીં તેમને તેમની માતા હીરાબાના આશીર્વાદ લીધા હતા. હવે બાબા વિશ્વનાથના આશીર્વાદ લઇને 30 મેએ બીજીવાર દેશના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે.