રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 12 ઑક્ટોબર 2022 (00:42 IST)

Mahakal Lok: ઉજ્જૈનમાં PM મોદીએ મહાકાલ લોકનુ કર્યુ ઉદ્દઘાટન, કહ્યુ - શંકરના સાનિધ્યમાં બધુ અલૌકિક છે

Mahakal Corridor: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજ્જૈનમાં મહાકાલ લોકનું ઉદ્ઘાટન કર્યું. 12 જ્યોતિર્લિંગોમાંના એક ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં પીએમનું આગમન એક ઐતિહાસિક ક્ષણ છે. મહાકાલ લોકનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદીએ કાર્તિક મેળાના મેદાનમાં જનસભાને સંબોધી હતી. આ પહેલા તેમણે બાબા મહાકાલની વિશેષ પ્રાર્થના કરી હતી. વડાપ્રધાન મોદી ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા ઈન્દોર એરપોર્ટ પહોંચ્યા અને ત્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા ઉજ્જૈન હેલિપેડ પહોંચ્યા. ત્યાર બાદ તેમણે બાબા મહાકાલના દર્શન કર્યા હતા અને નંદીજીને પ્રણામ કર્યા હતા.

 'શંકરના સાનિધ્યમાં સાધારણ કશુ નથી'

જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, 'શંકરના સાનિધ્યમાં સાધારણ કશુ નથી' બધું અલૌકિક, અસાધારણ છે. અવિસ્મરણીય, અવિશ્વસનીય. સફળતાના શિખરે પહોંચવા માટે જરૂરી છે કે રાષ્ટ્ર તેની સાંસ્કૃતિક ઊંચાઈઓને સ્પર્શે અને તેની ઓળખ સાથે ગર્વથી ઊભું રહે. જ્યાં મહાકાલ છે ત્યાં કાળની કોઈ સીમા નથી.'

જાણો મહાકાલ મંદિર તૂટવા અને બનવાની સ્ટોરી

    દ્વાપર યુગ - દ્વાપર યુગ પહેલા બન્યુ
    11મી સદી - રાજા ભોજે પુનઃનિર્માણ કર્યું
    11મી સદી - ગઝનીનો સેનાપતિએ તોડી પાડ્યુ
    1280 - રાજા જયસિંહે સોનાની પરત ચઢાવી
    13મી સદી - ઇલ્તુત્મિશ દ્વારા મંદિર તોડી નખાયુ
    13મી સદી- ધારના રાજા દેપાલદેવે મંદિરનું પુનઃ નિર્માણ કર્યું
    1300 એડી - રણથંભોરના રાજા હમીરે વિસ્તરણ કર્યું
    1731-1809 મરાઠા રાજાઓનો વિસ્તાર થયો