Mulayam Singh Yadav Death: નહી રહ્યા મુલાયમ સિંહ યાદવ, 82 વર્ષની વયે ધરતીપુત્રએ લીધા અંતિમ શ્વાસ
Mulayam Singh Yadav Death News: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવનો નિધન થઈ ગયો છે. તેણે 82 વર્ષની ઉમરંમાં ગુરૂગ્રામમાં મેદાંતા હોસ્પીટલમાં આજે (10 ઓક્ટોબત) સવારે 8.16 વાગ્યે અંતિમ શ્વાસ લીધી. મુલાયમ સિંહ યાદવને 22 ઓગસ્ટને શ્વાસ લેવામાં તકલીફ અને લો બ્લ્ડ પ્રેશરની ફરિયાદ પછી મેદાંતા હોસ્પીટલમાં દાખલ કરાવ્યો હતો. પણ તેમની તબીયતમાં સુધાર નથી થઈ રહ્યો હતો અને 1 ઓક્ટોબરની રાત્રે આઈસીયૂમાં શિફ્ટ કરાયો હતો. જ્યાં એક ડાક્ટરના પેનલ તેમની સારવાર કરી રહ્યો હતો.
પત્ની સાધના ગુપ્તાનું જુલાઈમાં અવસાન થયું હતું
અગાઉ મુલાયમ સિંહ યાદવ (Mulayam Singh Yadav)ની પત્ની સાધના ગુપ્તાનો આ વર્ષે જુલાઈમાં નિધન થઈ ગયો હતો. ફેફસામાં ઈન્ફેક્શનના કારણે ગુરુગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ તેમનું મોત થયું હતું. સાધના મુલાયમ સિંહ યાદવની બીજી પત્ની હતી. તેમની પ્રથમ પત્ની માલતી દેવીનું 2003માં નિધન થયું હતું. માલતી દેવી અખિલેશ યાદવના માતા હતા.
(Edited By- Monica Sahu)