શાકાહારી મગર 'બાબિયા' હવે નથી, દાયકાઓથી કેરળના મંદિરમાં ખાતો હતો પ્રસાદમ
કેરળના કાસરગોડમાં શ્રી આનંદપદ્મનાભ સ્વામી મંદિરમાં પ્રખ્યાત 'શાકાહારી' મગર બાબિયાનું રવિવારે અવસાન થયું. મગરની ઉંમર 75 વર્ષ હોવાનું કહેવાય છે. મંદિરમાં આવતા ભક્તો માટે બાબિયા એક મુખ્ય આકર્ષણ હતું. શ્રી અનંતપદ્મનાભ સ્વામી મંદિરના તળાવમાં છેલ્લા કેટલાક દાયકાઓથી એક માત્ર મગર રહેતો હતો. મંદિરના અધિકારીઓએ પીટીઆઈને જણાવ્યું કે મંદિરના તળાવમાં 70 વર્ષથી રહેતા મગરને 'બાબિયા' કહેવામાં આવે છે. તે શનિવારથી ગુમ હતો.
અધિકારીઓએ જણાવ્યું કે મૃત મગર રવિવારે રાત્રે 11.30 વાગ્યાની આસપાસ તળાવમાં તરતો જોવા મળ્યો હતો. મંદિર પ્રશાસને પોલીસ અને પશુપાલન વિભાગને જાણ કરી હતી. મૃત મગરને તળાવમાંથી બહાર કાઢીને કાચની પેટીમાં રાખવામાં આવ્યો હતો. સોમવારે વિવિધ રાજકીય નેતાઓ સહિત અનેક લોકોએ અંતિમ દર્શન કર્યા હતા. મંદિરના અધિકારીઓ દાવો કરે છે કે મગર શાકાહારી હતો અને મંદિરમાં બનેલા 'પ્રસાદમ' પર નિર્ભર હતો.