'કારગિલ વિજય દિવસ' ની કહાની, જાણો એક બહાદુર સૈનિકના મોઢે
26 જુલાઇ 1999માં ભારતીય સેનાએ પાકિસ્તાનને કારગિલ જંગમાં હરાવ્યું હતું. દર વર્ષે આ દિવસે કારગિલ વિજય દિવસ તરીકે મનાવાય છે. 19 વર્ષ પેહલા એટલે કે 8 મે 1999માં શરૂ થયેલી કારગિલ જંગ 26 જુલાઇ 1999માં પાકિસ્તાનના હારથી ખત્મ થઈ હતી. આ યુદ્ધ ઓપરેશન વિજય તરીકે પણ ઓળખાય છે કે જે કારગિલ વિસ્તારને ખાલી કરવા માટે કરવા માટે લડાયુ હતુ.
આપ સૌએ કારગિલ વિશે ઘણુ બધુ સાંભળ્યુ હશે. પરંતુ દેશ માટે પોતાની જાનની બાજી લગાડનાર સૈનિક પાસેથી સાંભળવાની વાત જ કંઈક અનોખી છે. કારગીલના અનેક હીરોમાંથી એક હીરો છે રીટાયર્ડ લોસ નાયક દીપચંદ્ર પ્રખ્યાત
દીપચંદ્ર પ્રખ્યાત હોરપાળાના પબરા ગામમાં રહેતા હતા. તેમના દાદા તેમણે દેશની આઝાદી અને યુધ્ધની કહાનિઓ હમેશા કહેતા રહેતા તેમણે જણાવ્યુ હતું કે કેવી રીતે આપના દેશના જવાન દેશની રક્ષા કરે છે
દીપચંડે 1889માં લાઇટ રેજિમેટમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જ્યારે જમ્મુ-કશ્મીરમાં આતંકવાદ ફેલાઈ રહ્યો હતો ત્યારે દીપચંદની પોસ્ટિંગ ત્યાં થઈ હતી. જ્યારે તેમને જમ્મુ -કશ્મીર જવા માટે ઓર્ડર આવ્યો ત્યારે તેઓ ગુલમર્ગમાં તૈનાત હતા.
5 મે 1999માં કેટલાક ગોવાળિયાઓએ સૈનિકોને પાકિસ્તાનીઓની ઘુસપેઠની સૂચના આપી હતી. જ્યારે સેનાને આ સૂચના મળી કે પાકિસ્તાનીઓ ઘૂસપેઠ કરી ભારતની સરજમીન પર આવી રહ્યા છે ત્યારે દીપચંદ અને તેમના સાથી જવાનોએ 120મીમી મોટર્સના હથિયાર સાથે ચઢાઈ કરી હતી. દીપચંદે કહ્યું કે તે તેમની સાથે ઘણા ભારે હથિયારો લઈને પહાડ પર ચડ્યા હતા. અને પાકિસ્તાનીઓ સાથે જંગ લડી હતી. તેમણે વઘુમાં જણાવ્યુ કે તેમની સેનામાંથી કોઈએ આરામ કર્યો નહોતો. કારગિલ યુધ્ધના બે વર્ષ પછી ભારતીય સાંસદ પર હુમલો થયો હતો. ત્યારે દીપચંદ રાજસ્થાની બોર્ડર પર તૈનાત હતા. ત્યારે ભૂલથી એક ગોલા બારૂદ સ્ટોરમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો જેમાં દીપચંદની હાથની આંગળીઓ અને પછી બંને પગ કાપવા પડ્યા હતા. વધુમાં જણાવ્યુ હતું કે તેમણે ખુશી છે કે તેઓ દેશના કામમાં આવી શક્યા.