લોકસભાના પૂર્વ સ્પીકર સોમનાથ ચેટર્જીનું 89 વર્ષે નિધન
લોકસભાના પૂર્વ સ્પીકર સોમનાથ ચેટર્જીનુ કલકત્તાના હોસ્પિટલમાં સોમવારની સવારે નિધન થઈ ગયુ. તેઓ 89 વર્ષના હતા. ચટર્જીને હાર્ટ એટેક આવ્યા પછી તેઓ વેંટિલેટર પર હતા અને તેમની હાલત સ્થિર બની હતી . તેમને બેલ્કે વ્યૂ ક્લિનિકમાં એડમિટ કરવામાં આવ્યા હતા જ્યા તેઓ 28 જૂનના રોજ એડમિટ થયા હતા. પણ તેમને 5 ઓગસ્ટના રોજ રજા આપવામાં આવી હતી. પણ 9 ઓગસ્ટના રોજ તેમને ફરી દાખલ કરવામાં આવ્યા. ગયા મહિને પૂર્વ લોકસભા સ્પીકર હેમોરેહજિક સ્ટ્રોક થયો હતો.
રાજનીતિક જગત શોકાતુર
સોમનાથ ચેટર્જીના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક રાજનેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે પૂર્વ લોકસભા સ્પીકર સોમનાથ ચેટર્જી ભારતીય રાજનીતિના નિષ્ઠાવાન સમર્થક રહ્યા હતા. તેમણે આપણા સંસદીય લોકતંત્રને સમૃદ્ધિ બનાવ્યુ અને ગરીબી અને લાચાર લોકોની અવાજ બુલંદ કરતા હતા. તેમના નિધનથી શોકાતુલ છુ. ને તેમના પરિવાર અને સમર્થકો સાથે મારી સંવેદના છે.
જાણો સોમનાથ ચેટર્જી વિશે -
આપને જણાવી દઇએ કે પૂર્વ લોકસભા અધ્યક્ષ સોમનાથ ચેટર્જી પ્રખ્યાત વકીલ નિર્મલ ચંદ્ર ચેટર્જીના દીકરા છે. નિર્મલ ચંદ્ર ભારતીય હિન્દુ મહાસભાના સંસ્થાપક પણ હતા. સોમનાથ ચેટર્જીએ સીપીએમની સાથે રાજકીય કેરિયરની શરૂઆત 1968મા કરી અને 2008 સુધી તેઓ પાર્ટી સાથે જોડાયેલા રહ્યાં. 1971મા પહેલી વખત સાંસદ તરીકે પસંદ કરાયા અને ત્યારબાદ તેમણે રાજકારણમાં પાછળ ફરી કયારેય જોયું નથી. ચેટર્જી 10 વખત લોકસભાના સભ્ય તરીકે પસંદ થયા. તેમને એક પુત્ર અને બે પુત્રીઓ છે, તેમની પત્નીનું નામ રેનું ચેટર્જી છે હ્રદય રોગના હુમલો આવ્યા બાદ સોમનાથ ચેટર્જીને હૉસ્પીટલમાં આઇસીયુમાં સારવાર આપવામાં આવી હતી. ગયા મહિને ચેટર્જીને માથાના- મગજના ભાગે તકલીફ પડવાથી તેમને હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા.
એક વરિષ્ઠ ડૉક્ટરના જણાવ્યા અનુસાર, ગુદા સંબંધિત સમસ્યાઓથી પીડાતા ચેટર્જીને મંગળવારે હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. તેમનું ડાયાલિસીસ પણ કરવામાં આવ્યું હતું, આવા કેસોમાં ઘણીવાર હ્રદય કામ કરવાનું બંધ કરી દેતું હોય છે. આ બધા કારણોસર સોમનાથ ચેટર્જીનું આજે નિધન થયું છે.