Dal Lake Frozen:કાશ્મીરમાં પારો માઈનસમાં, દાલ સરોવર પર બરફનો જાડો પડ, ચિલ્લાઈ કલાનમાં તબાહી
Dal Lake Frozen- કાશ્મીર કડકડતી ઠંડી (કાશ્મીર વિન્ટર) ની પકડમાં છે. નવા વર્ષની પહેલી રાત્રે શ્રીનગરમાં તાપમાન માઈનસ 5.2 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું. સતત ઘટી રહેલા તાપમાનને કારણે દાલ સરોવરના કેટલાક ભાગો થીજી ગયા છે. શ્રીનગરથી દાલ સરોવરની તસવીરો સામે આવી છે, જેમાં સરોવરનો કેટલોક ભાગ થીજી ગયેલો જોવા મળી રહ્યો છે.
શ્રીનગર ઉપરાંત પહેલગામ, ગુલમર્ગ અને લદ્દાખમાં પણ ઠંડીનું મોજું જોવા મળી રહ્યું છે. 21 ડિસેમ્બરથી શરૂ થયેલા ચિલ્લાઇ કલાને પણ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. પરંતુ બીજી તરફ અહીંનો નજારો પણ બધે જ બરફના કારણે સુંદર છે. ચાલો શ્રીનગરના દાલ તળાવની સુંદર તસવીરો જોઈએ.
જમ્મુ-કાશ્મીરમાં વર્ષના પ્રથમ દિવસે કડકડતી ઠંડી પડી છે. શ્રીનગરમાં તાપમાન માઈનસ 5.2 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું. જેના કારણે દાલ સરોવરના કેટલાક ભાગો સહિત કાશ્મીરમાં અનેક પાણીના નળ જામી ગયા છે. આજે સવારે દાલ સરોવર પર બરફનો જાડો પડ જોવા મળ્યો હતો.