સંબંધિત સમાચાર
- મહારાષ્ટ્રઃ લોનાવલાના ભૂશી ડેમમાં અચાનક પૂર, આખો પરિવાર વહી ગયો, જુઓ મોતનો ભયાનક વીડિયો
- મહારાષ્ટ્રમાં કાર ચલાવી રહેલી મહિલા ખીણમાં ખાબકી, Reels બનાવડાવી રહી હતી, રિવર્સ કરતી વખતે ઉંડી ખીણમાં ખાબકી
- કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 8ના મોત, 64 ઘાયલ
- Crime news - પતિ સાથે ઝગડો કર્યા બાદ 3 વર્ષની પુત્રીને આપી દર્દનાક સજા, પછી 4 KM સુધી લાશ લઈને ફરતી રહી
- Covid Variant FliRT - ભારતમાં આવ્યો કોરોનાનો નવો વેરિએંટ, જાણો તેના લક્ષણ, લોકો માટે કેટલો ઘાતક છે આ વાયરસ
મિડ ડે મીલના પેકેટમાં સાંપ મળવાથી મચ્યો હડકંપ, જાણો શુ છે મામલો
મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના એક આંગણવાડી કેન્દ્રમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બાળકો માટે લાવવામાં આવેલા મિડ-ડે મીલના પેકેટમાં મૃત સાપ મળી આવ્યો હોવાના અહેવાલ છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં છ મહિનાથી ત્રણ વર્ષ સુધીના બાળકોને આંગણવાડી કેન્દ્રોમાં મધ્યાહન ભોજનના પેકેટ મળે છે. આ પેકેટમાં સાપ મળવાના સમાચાર સાંભળીને બધા ચોંકી ગયા છે.
શું છે સમગ્ર મામલો?
હકીકતમાં, સોમવારે સાંગલીના પલુસમાં એક આંગણવાડી કેન્દ્રમાં કાર્યકરોએ ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. જોકે, એક બાળકના માતા-પિતાએ દાવો કર્યો હતો કે તેમને મળેલા પેકેટમાં મૃત નાનો સાપ હતો. આંગણવાડી કર્મચારી સંઘના ઉપાધ્યક્ષ આનંદી ભોસલેએ જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકર્તાએ આ ઘટના અંગે અધિકારીઓને જાણ કરી હતી.
