શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 7 જુલાઈ 2024 (09:17 IST)

CM ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરી, ભગવાન જગન્નાથના રથનું પ્રસ્થાન કરાવ્યુ

આજે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 147મી રથયાત્રા યોજાઈ રહી છે.  ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ નગરચર્ચાએ નીકળી રહ્યા છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથની આરતી કરી છે. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં બિરાજમાન થઈ ચૂક્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી પહિંદવિધિ કરીને ભગવાનના રથનું પ્રસ્થાન કરાવ્યુ છે. આખરે ભક્તો જે પળનો આતુરતાથી રાહ રાહ જોઇ રહ્યા હતા તે પળ આવી ગઇ છે. રથયાત્રાની શરુઆત થઇ ગઇ છે.
 
ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા
રાજ્યના અન્ય શહેરોમાંથી પણ રથયાત્રા નિહાળવા માટે લોકો આવી રહ્યાં છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 101 ટ્રક અને 18 ભજનમંડળીઓ જોડાશે. ત્યારે સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ રથયાત્રાની તમામ સુરક્ષા DG, ADG, IG, DIG કક્ષાના 5 અધિકારી તેમજ 12600 પોલીસ સહિત 23600 જવાનોની નજર હેઠળ રહેશે.આ રથયાત્રા એ ભારતની ઓડિશાના પુરીની રથયાત્રા બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. ત્યારે જગન્નાથપુરી સહિત દેશભરમાં જગતના નાથ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળી રહ્યા છે.
 
જગન્નાથજીના રથનું નામ નંદીઘોષ છે
અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ,ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રા રથમાં બીરાજીને નગરચર્યાએ નીકળતા હોય છે. બલભદ્રજીના રથનું નામ તાલધ્વજ છે. બલભદ્રજીના રથની ધ્વજાને ઉન્ના કહેવાય છે. બલભદ્રજીના રથના દોરડાને વાસુકી કહેવાય છે. સુભદ્રાજીના રથનું નામ પદ્મધ્વજ છે. સુભદ્રાજીના રથના દોરડાનું નામ સ્વર્ણચૂડ છે. તો જગન્નાથજીના રથનું નામ નંદીઘોષ છે. જગન્નાથજીના રથના દોરડાનું નામ શંખચૂડ છે. જગન્નાથજીના રથની ધ્વજાને ત્રિલોક્યવાહિની કહેવાય છે. જગન્નાથજીના રથની ઊંચાઈ સૌથી વધારે હોય છે.