શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 31 મે 2022 (08:25 IST)

લોકોના એકાઉન્ટમાં આવ્યા 13 કરોડ

hdfc
લોકોના એકાઉન્ટમાં આવ્યા 13 કરોડ- ચેન્નઈ (Chennai) ટી નગરમાં HDFC બેંકે તેના 100 થી વધુ ગ્રાહકોના ખાતામાં 13- 13 કરોડ રૂપિયા જમા કર્યા હતા. મતલબ કે ગ્રાહકોને એક દિવસ માટે કરોડપતિ બનાવી દીધા છે. રવિવારે બેંકે ખાતામાં 13-13 કરોડ રૂપિયા જમા કરી દીધા હતા. આટલી મોટી રકમ આવતા જ એક ગ્રાહકના હોશ ઉડી ગયા હતા. તેણે પોલીસને જાણ કરી, કારણ કે તેને ડર હતો કે તેનું એકાઉન્ટ હેક થઈ શકે છે.
 
ચેન્નઈના ટી. નગરમાં આવેલી HDFC બેંકની શાખા સાથે સંકળાયેલા 100 ગ્રાહકોને એક SMS મળ્યો હતો. મેસેજ દ્વારા બેંકે દરેક ગ્રાહકને કહ્યું હતું કે તેના ખાતામાં 13 કરોડ રૂપિયા જમા થઈ ગયા છે.
 
આવુ શા માટે થયુ જાણો 
કહેવાઈ રહ્યુ છે કે આ કોઈ ટેકનિકલ ખામીના કારણે SMS ગ્રાહકો સુધી પહોંચી ગયો છે. HDFC બેંકે કહ્યુ છે કે આ માત્ર ટેકનિકલ ખામીના કરતા જાણવા મળ્યું કે બ્રાન્ચમાં સોફ્ટવેર પેચની પ્રક્રિયા કરવામાં આવી રહી છે, જેના કારણે આ સમસ્યા ઊભી થઈ છે. ભૂલને કારણે માત્ર મેસેજ જ ગયો છે.