રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 30 સપ્ટેમ્બર 2021 (22:53 IST)

પ્રતિબંધ હટતાં જ એચડીએફસી બેંકે 4 લાખ ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરી સર્જ્યો રેકોર્ડ, લોન્ચ કરશે 3 નવા ફાયદા, જાણો શું થશે ફાયદો

એચડીએફસી બેંકે આજે જાહેર કર્યું હતું કે, તેના પરથી પ્રતિબંધ હટ્યાં પછીથી તેણે 4 લાખથી વધુ ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરીને રેકોર્ડ બનાવ્યો છે. ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરવાનો આ રેકોર્ડ 21 સપ્ટેમ્બર, 2021 સુધીનો છે તથા સક્ષમ ઉત્પાદનો અને સહભાગીદારીની મદદથી તેના ક્રેડિટ કાર્ડ્સના પોર્ટફોલિયોનો ફરીથી આવિષ્કાર કરવા અને તેનું સહ-નિર્માણ કરવા બેંકે વિકાસનો આક્રામક માર્ગ પસંદ કર્યો છે.
 
આ ઉપરાંત, બેંકે ત્રણ કાર્ડ ફરીથી લૉન્ચ કરવાની પણ જાહેરાત કરી છે. ગ્રાહકોને વધુ સક્ષમ બનાવવા માટે અનેકવિધ નવી વિશેષતાઓ અને લાભને ઉમેરીને એચડીએફસી બેંકના મિલેનિયા, મીનબૅક+ અને ફ્રીડમ કાર્ડ્સનો ફરીથી આવિષ્કાર કરવામાં આવ્યો છે. કાર્ડના નવા ઉત્પાદનોનું નિર્માણ કરવું અને સહ-નિર્માણ કરવું એ ગ્રાહકના દરેક સેગમેન્ટની જરૂરિયાત સંતોષવાની બેંકની વ્યૂહરચનાનો હિસ્સો છે, પછી તે ભારત હોય કે ઇન્ડિયા.
 
એચડીએફસી બેંકના પેમેન્ટ્સ, કન્ઝ્યુમર ફાઇનાન્સ, ડિજિટલ બેંકિંગ અને આઇટીના ગ્રૂપ હેડ પરાગ રાવે જણાવ્યું હતું કે, ‘કાર્ડ્સના મામલે અમે અગ્રણી હોવાથી અમે વચન આપ્યું હતું કે, અમે ધમાકેદાર વાપસી કરીશું. હવે અમે નવા ગ્રાહકો મેળવવા પર ભાર મૂકવાની સાથે-સાથે અમારા વર્તમાન કાર્ડ્સ પર પૂરાં પાડવામાં આવતાં લાભને વધારી પણ રહ્યાં છીએ. ’
 
તેમણે આગળ જણાવ્યું હતું કે, ‘અમારી પુનઃઆવિષ્કાર, નિર્માણ અને સહ-નિર્માણની વ્યૂહરચના ગ્રાહકોની ખરીદીની વર્તણૂક, જે કેટેગરીમાં તેઓ ખર્ચ કરે છે અને તેમની ખર્ચ કરવાની પેટર્નના વિશ્લેષણ પર આધારિત છે. અમે અમારી વ્યૂહરચનાને તૈયાર કરવામાં અને તેને ધારદાર બનાવવામાં અમે જે સમય વિતાવ્યો છે, તેના અમને હવે મીઠાં ફળ ચાખવા મળી રહ્યાં છે. હવે જ્યારે તહેવારોની સીઝન આવી રહી છે ત્યારે અમે તદ્દન યોગ્ય સમયે અમારા ગ્રાહકોને શ્રેણીમાં શ્રેષ્ઠ લાભ અને અનુભવો પૂરાં પાડવા માટે સજ્જ થઈ ગયાં છીએ.’
 
આ કાર્ડના નવા વેરિયેન્ટ્સ ગ્રાહકોને 21 ઑક્ટોબરથી ઉપલબ્ધ થશે. વર્તમાન ફ્રીડમ અને મિલેનિયા કાર્ડધારકો પણ આ નવા લાભને માણી શકશે તેમજ આ અંગે બેંક દ્વારા તેમને જાણ પણ કરવામાં આવશે. 
 
ફ્રીડમ ક્રેડિટ કાર્ડ - તમારા દૈનિક ખર્ચાઓ અને મોટી ખરીદીઓ માટેનું શ્રેષ્ઠ કાર્ડ
ફ્રીડમ કાર્ડ એ મુખ્યત્ત્વે પોતાની કારકિર્દી શરૂ કરી રહેલા યુવાનો માટે છે. આ ઉપરાંત, આ કાર્ડ ધિરાણ મેળવવાની ખૂબ વધારે જરૂરિયાત ધરાવતા સેગમેન્ટની જરૂરિયાત પણ પૂરી કરશે, જેની મદદથી આ સેગમેન્ટના ગ્રાહકો તેમના મોટા ખર્ચાઓને પરવડે છતાં ખૂબ જ લાભદાયી રીતે પહોંચી વળી શકશે.
 
મુખ્ય લાભઃ
·લાભદાયી તેમજ પરવડે તેવું - મર્ચંટના સ્થળે ખર્ચવામાં આવેલ ઇએમઆઈ પર 5X કૅશપોઇન્ટ્સ.
·કાર્ડ ઇશ્યૂ કરવાની તારીખથી પ્રથમ 90 દિવસ માટે ફક્ત 0.99%નો વ્યાજદર.
 
મનીબૅક+ ક્રેડિટ કાર્ડ - દૈનિક ખર્ચાઓ માટેનું સૌથી લાભદાયી કાર્ડ
મનીબૅક+ ક્રેડિટ કાર્ડ એ મધ્યમ વર્ગના પરિવારો પર લક્ષિત છે, જેઓ તેમના દૈનિક ખર્ચા કસર કરીને કરે છે. આ ગ્રાહકો ખૂબ જ સાવધાનીપૂર્વક ખર્ચ કરતાં હોવાથી એચડીએફસી બેંક તેમના દ્વારા ખર્ચવામાં આવેલ પ્રત્યેક રૂપિયાનું મૂલ્ય પૂરું પાડે છે.
 
મુખ્ય લાભઃ
·5 મુખ્ય મર્ચંટ્સ - એમેઝોન, બિગબાસ્કેટ, ફ્લિપકાર્ટ, રિલાયન્સ સ્માર્ટ સુપરસ્ટોર અને સ્વિગી પર 10X કૅશપોઇન્ટ્સ.
· મર્ચંટના સ્થળે ખર્ચવામાં આવેલ EMI પર 5X કૅશપોઇન્ટ્સ.
 
મિલેનિયા - શ્રેષ્ઠ કૅશબૅક ક્રેડિટ કાર્ડ
મિલેનિયા ક્રેડિટ કાર્ડ ખૂબ જ સંપન્ન અને ટૅકનોલોજી પર હથોઠી ધરાવતા ગ્રાહકો માટે તૈયાર કરવામાં આવેલું છે. તે 25-40 વર્ષની વયજૂથના લોકો માટે છે. આ કાર્ડનો નવો અવતાર 21મી સદીની નવી પેઢી જે બાબતો પ્રત્યે અનુરાગ ધરાવે છે, તે તમામને આવરી લેશે, જેમ કે, ખરીદી, ભોજન, મનોરંજન અને મુસાફરી.
 
મુખ્ય લાભઃ
·તમારા 10 મુખ્ય મર્ચંટ્સ - એમેઝોન, બૂકમાયશૉ, કલ્ટ.ફિટ, ફ્લિપકાર્ટ, મિંત્રા, સોની લિવ, સ્વિગી, ટાટા ક્લિક, ઉબર અને ઝોમેટો પર 5% કૅશબૅક.
· ઇએમઆઈના ખર્ચ અને વૉલેટ લૉડ્સ (ઇંધણ સિવાય) સહિત અન્ય ખર્ચાઓ પર 1% કૅશબૅક.