સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024 (16:23 IST)

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

Share Market Closing  અમેરિકી બજારોમાં શાનદાર તેજી પછી આજે ભારતીય શેર બજારમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો. અઠવાડિયાના અંતિમ દિવસે એટલે શુક્રવારે બીએસઈ સેંસેક્સ 1359.51 અંકોની તેજી સાથે 84,544.31 અંકોના નવા ઓલ ટાઈમ હાઈ પર બંધ થયો. આ જ રીતે નિફ્ટી પણ 375.15 અંકોની બઢત સાથે  25,790.95 અંકોન નવા ઓલ ટાઈમ હાઈ પર બંધ થયો. આ તાબડતોબ તેજી વચ્ચે બીએસઈ સેંસેક્સ એ  84,694.46 અંકો પર અને નિફ્ટી 50 એ  25,849.25 અંકો પર પહોંચીને આજે એકવાર ફરી પોતાનુ નવુ ઓલ ટાઈમ હાઈ ટચ કર્યુ. 
 
સેન્સેક્સ અને નિફ્ટીના મોટાભાગના શેરોમાં જોવા મળ્યો વધારો 
શુક્રવારે સેન્સેક્સની 30માંથી 26 કંપનીઓના શેર લીલા નિશાનમાં અને 4 કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. એ જ રીતે નિફ્ટી 50માં 50માંથી 44 કંપનીઓના શેર લીલા નિશાનમાં અને 6 કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા.
 
આ શેયરોમાં જોવા મળી રોકેટ જેવી તેજી 
સેન્સેક્સની 30 કંપનીઓમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં આજે સૌથી વધુ 5.37 ટકાનો વધારો નોંધાયો હતો. આ ઉપરાંત  ICICI બેન્કના શેરમાં 4.47 ટકા, JSW સ્ટીલના 3.85 ટકા, લાર્સન એન્ડ ટુબ્રોના 2.95 ટકા, ભારતી એરટેલના 2.65 ટકા, નેસ્લે ઇન્ડિયાના 2.51 ટકા, અદાણી પોર્ટ્સના શેરમાં 2.49 ટકા, હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં 2.09 ટકાનો વધારો નોંધાયો છે.