હેપી બર્થડે Narendra Modi - મોદી માટે આવનારુ વર્ષ અનેક પડકારો અને પરિવર્તન લઈને આવશે
17 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 68મો જન્મદિવસ ઉજવશે. આવામાં આ સવાલ બધાના મનમાં આવી રહ્યો છે કે આવનારુ વર્ષ તેમને માટે કેવુ રહેશે અને આ વર્ષે મોદી કયુ કારનામુ કરીને દેશ દુનિયાને ચોંકાવશે આ સવાલોના જવાબને શોધવા માટે જ્યારે તેમની કુંડળી જોવામાં આવી તો આ વાતો સામે આવી.
નોટબંધીનો કુપ્રભાવ
વૃશ્ચિક લગ્નમાં જન્મેલા નરેન્દ્ર મોદીની કુંડળીમાં છેલ્લા અઢી વર્ષમાં તેમના જન્મ લગ્ન અને ચંદ્ર પર ગોચર કરી રહેલ શનિએ તેમના રાજનીતિક જીવનમાં અનેક ઉતાર ચઢાવ બતાવ્યા. હાલ ચંદ્રમાં બુધની વિશોત્તરી દશામાં ચાલી રહેલ મોદીને ઘણા ઉતાર ચઢાવ જોવા મળશે. નોટબંધીના કુપ્રભાવોને કારણે દેશની અર્થવ્યવસ્થામાં મંદીની હાલત ઉભી થઈ શકે છે.
મોંઘવારીના જીન પર કાબૂ
27 ઓક્ટોબરના રોજ ધનુ રાશિમાં આવીને શનિ કાચા તેલના ભાવોમાં વૃદ્ધિ કરી શકે છે. અગ્નિ તત્વ રાશિમાં શનિનુ આવવુ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરશે. જેનાથી મોંઘવારી વધવાની આશંકા છે. આવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વર્ષ 2019માં સામાન્ય ચૂંટણી પહેલા મોંઘવારીનો જીન્ન કાબૂ કરવા માટે ખૂબ મહેનત કરવી પડશે.
મંત્રીઓ બહાર થશે
આવતા વર્ષ ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર વચ્ચે પ્રધાનમંત્રી મોદીની કુંડળીમાં ચંદ્રમાં કેતુની વિશોત્તરી દશા ચાલશે. ચંદ્રમાં કેતુની દશાના પ્રભાવથી મોદીને પોતાના સહયોગીઓને કારને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કેન્દ્રીય મંત્રીમંડળમાંથી અનેક મંત્રીઓને ઘરે બેસવુ પડી શકે છે. આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા અનેક સાંસદો અને ધારાસભ્યોની ટિકિટો કપાઈ જવાથી બીજેપીમાં અસંતોષનો સ્વર ઉઠવો શરૂ થશે.
કેરિયરમાં મોટા પરિવર્તનનો જ્યોતિષીય સંકેત
નરેન્દ્ર મોદીની વાર્ષિક કુંડળી મુજબ આગામી એક વર્ષ તેમના માટે મોટા પરિવર્તનોની સાથે આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં અનેક પડકારો લઈને આવશે. વર્ષ કુંડળીમાં મુખ્ય ગ્રહોના 12મા અને 8માં ઘર સાથે સંબંધ હોવો મોદીના રાજનીતિક કેરિયરમાં મોટા પરિવર્તનનો જ્યોતિષિય સંકેત છે.
webdunia gujaratiના વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો Webdunia gujarati