સંબંધિત સમાચાર
- નેતાઓમાં મોદીનો છે અલગ અંદાજ
- CM રૂપાણીના મત વિસ્તારમાં ચૂંટણીનો બહિષ્કાર કરતાં લખાણો લખાયાં
- 40 કરોડમાં સોદો કરીને ભાજપે હાર્દિકની નકલી સેક્સ સીડી બનાવી - PAAS
- પાકિસ્તાન મેરીને ભારતીય જળસીમામાંથી 4 બોટ સહિત 24 માછીમારોનું અપહરણ કર્યું
- ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો, વિજય કેલ્લાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું
ચા વેચતા-વેચતા સીખી હિંદી- નરેન્દ્ર મોદી
મોદીએ 10માં હિન્દી સમ્મેલનનું ઉદ્દઘાટન કરતા કહ્યુ કે મારી માતૃભાષા હિન્દી નહી ગુજરાતી છે. મને હિન્દી સારુ આવડતુ નહોતુ. પણ ચા વેચતા-વેચતા આ શીખવાનો અવસર મળ્યો. એમણે કહ્યું કે મુંબઈમાં દૂધનો ધંધો કરતા ઉત્તરપ્રદેશના લોકો એમના ગામથી ખેડૂત પાસે ભેસ ખરીદવા આવતા હતા અને એ ભેસોને માલગાડીમાં ભરીને લઈ જતા હતા. મોદી એમને ચા વેચવા જતા હતા. એ લોકોને ગુજરાતી આવડતુ નહોતુ અને મને હિન્દી નહોતુ આવડતુ. પણ ચા વેચતા વેચતા એ લોકો સાથે વાતચીત કરતા કરતા હું હિન્દી શીખી ગયો.
મોદીએ સમ્મેલનમાં લોકોના જોરદાર હાસ્ય વચ્ચે કહ્યું કે મને હિન્દી આવડતું ન હોત તો મારું શું થયુ હોત ? આજે હું લોકો સુધી કેવી રીતે પહોંચતો. ભાષાની તાકાત શું હોય છે એ હુ સારી રીતે સમજી ગયો છુ.
વિનોદી મૂડમાં દેખાતા મોદીએ કહ્યું કે ગુજરાતમાં લોકો ગુજરાતીમાં ઝગડો કરતા નથી. બે લોકો વચ્ચે ઝગડો થતા એ હિદીમાં તૂ-તૂ મેં-મે કરવા લાગે છે. એ ગુજરાતીમાં ઝગડો કરી જ શકતા નથી. કારણકે ગુજરાતીમાં એ ભાવ આવતો જ નથી. ઝગડનારને લાગે છે કે હિન્દીમાં ઝગડશે તો સામેવાળાને લાગશે કે આ તો દમવાળો છે.
