ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: મંગળવાર, 23 એપ્રિલ 2019 (17:43 IST)

ઉમરપાડામાં ભાજપના સમર્થકોએ કોંગ્રેસના એજન્ટને લાકડી-ડંડાથી માર્યો માર

રાજ્યની 26 લોકસભા બેઠક માટે જોરશોરથી મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. મોટાભાગના વિસ્તારમાં શાંતીપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે. પરંતુ ક્યાંક છૂટાછવાઈ સામાન્ય બબાલની ઘટના પણ સામે આવી છે. આવી જ એક ઘટના દાહોદ લોકસભા બેઠકથી ચૂંટણીમાં બબાલની ઘટના સામે આવી છે.દાહોદના ઝાલોદ તાલુકાના ઉમરપાડા ગામે કોંગ્રેસના એજન્ટો અને ભાજપના સમર્થકો વચ્ચે બબાલ થઈ છે. ભાજપના સમર્થકો દ્વારા કોંગ્રેસના એજન્ટોને માર મારવાની માહિતી સામે આવી રહી છે.રાપ્ત માહિતી અનુસાર, આજે મતદાનની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે મતદાન કેન્દ્ર પર કોંગ્રેસના એજન્ટોને જોઈ ભાજપના સમર્થકોએ અહીં કેમ કોંગ્રેસના એજન્ટ બની બેઠા છો તેમ કહી એક યુવક સાથે બોલાચાલી થઈ. બોલાચાલીથી મામલો બિચકતા મારામારી શરૂ થઈ ગઈ.ભાજપના સમર્થકો દ્વારા લાકડી અને ડંડા વડે કોંગ્રેસના સમર્થક યુવકને માર મારવામાં આવ્યો, જેમાં યુવક ઘાયલ થયો હતો, જેને દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.ઘટનાની જાણ થતા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો, અને વધુ પરિસ્થિતિ ન બગડે તે માટે તુરંત કાર્યવાહી કરી મામલો થાળે પાડી દીધો હતો.