ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. ગુજરાત લોકસભા સીટ 2019
Written By
Last Modified: ગુરુવાર, 2 મે 2019 (18:13 IST)

રાજકોટ લોકસભા ચૂંટણી 2019 - Rajkot Lok Sabha Election 2019

મુખ્ય પ્રતિદ્વંદી -   મોહનભાઈ કુંડારિયા  (ભાજપ) લલિત કગથરા  (કોંગ્રેસ) 
 
રાજકોટની તત્કાલીની આલ્ફ્રેડ સ્કૂલમાં ગાંધીજીએ અભ્યાસ કર્યો હતો રાજકોટની બેઠક ઉપર ભાજપે પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયાને રિપીટ કર્યા છે, તો કૉંગ્રેસે લલિત કગથરાને ઉતાર્યા છે. બંને પાટીદાર નેતા છે. 2014માં વડા પ્રધાન મોદીની સાથે તેમણે મંત્રી તરીકે શપથ લીધા બાદમાં 2016માં મોદીએ પ્રધાનમંડળનું પુનર્ગઠન કર્યું ત્યારે તેમને પડતા મૂકવામાં આવ્યા હતા.
 
વર્ષ 2002માં નરેન્દ્ર મોદીએ જીવનની પ્રથમ ચૂંટણી રાજકોટ-2 (હવે રાજકોટ પશ્ચિમ) પરથી લડી હતી. મુખ્ય મંત્રી વિજયભાઈ આ બેઠક હેઠળ આવતી રાજકોટ પશ્ચિમનું પ્રતિનિધિત્વ કરે છે. કેશુભાઈ પટેલ તથા વજુભાઈ વાળાએ રાજકોટમાં ભાજપના ગઢ સ્થાપિત કર્યો.
 
2009માં ભાજપ પાસેથી આ બેઠક ઝૂંટવનારા કુંવરજીભાઈ બાવળિયા હવે ભાજપમાં છે અને રાજ્ય સરકારમાં કૅબિનેટ કક્ષાના મંત્રી છે. 
 
ટંકારા, વાંકાનેર, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામીણ (SC) અને જસદણ વિધાનસભા બેઠકો તેના હેઠળ આવે છે.
 
979670 પુરુષ, 904178 મહિલા, 18 અન્ય સહિત કુલ 1883866 મતદાતા આ લોકસભા બેઠક હેઠળ આવે છે.
 
ગુજરાતમાં લોકસભાની કુલ 26 સીટ છે. મુખ્ય મુકાબલો ભાજપા અને કોંગ્રેસ વચ્ચે છે. બંને પાર્ટીઓ બધી 26 સીટ પર ચૂંટણી લડી રહી છે.  અમિત શાહ  જેવા દિગ્ગજ આ વખતે ગુજરાતમાં પોતાનુ નસીબ અજમાવી રહ્યા છે.  2014માં બીજેપીએ બધી 26 સીટો પર વિજય મેળવ્યો હતો.